________________
ભસ્મ થાય ત્યાં સુધી જે. તેનાથી ક્રોધના નિમિત્તોમાં પણ શાંત રહેવાની ટેવ પડી જશે. પ્રયોગ ન ૩ વિશેષ નોંધ :–
આ પ્રયોગ દરરોજ કરવાથી પ્રભુના પ્રભાવે સદ્દગુણ આપણામાં ખીલવા માંડે છે. જે ગુણની આપણને જરૂર હાય દા. ત. “ઉદારતા”. તે ઉદારતાથી આપણે પૂર્ણ ભરાઈએ છીએ તે ખાસ સંકલ્પ કર. પ્રયોગ નં. ૪ વિશેષ નોંધ :
આ પ્રયોગથી સંવેગ અને નિવેદ ગુણો વિકાસ થાય છે. “હું પુદ્ગલ દ્રવ્યથી ભિન્ન છું તે લક્ષણ ભેદથી પુદ્દગલની ભિન્નતા ભાવિત થવાથી પાંચ ઇદ્રિના વિષયનો અને સંસારના સુખને રસ “હેય ’–છોડવા જેવો લાગે છે. તે રસ ઘટવા માંડે છે અને આત્માના શુદ્ધ આનંદ સ્વરૂપને અનુભવ કરવાની લગની લાગે છે જેથી સંવેગ ગુણ વૃદ્ધિ પામે છે. મેક્ષની તીવ્ર ઈચ્છા એટલે મોક્ષમાં જ ઉપાદેય બુદ્ધિ થાય છે. સંસારના સુખ ઉપર રાગ ઘટતું જાય છે. મોક્ષનો એટલે આત્માના પરમાનંદની પ્રાપ્તિને રસ વધતો જાય છે. આત્માની અંદર આનંદ અને સુખને મહાસાગર ભરેલો પડ્યો છે તેનું ભાન થતાં, તે આનંદની પ્રાપ્તિ માટે તાલાવેલી જાગે છે. - જગતના પદાર્થોમાં સુખ માનીને આપણું મન દેડે છે, પરંતુ આ પ્રયોગથી આત્મામાં રહેલ પૂર્ણ સુખ અને આનંદના મહાસાગરને અનુભવ થાય છે. તેમાં મનની ગતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org