________________
૧૭૧
ધનાથી કરવી. સાથે પરમાત્માનું દશન, પૂજન, વંદન, સ્તવન, ધ્યાન અને આજ્ઞાપાલન દ્વારા કાર્યસિદ્ધિ થાય છે. - ઉપરોક્ત હકીકત આપણું જીવનનું લક્ષાંક નક્કી કરવા માટે અદભૂત પ્રેરણા આપે છે. આ પુસ્તકમાં આત્મસ્વરૂપના અનુભવ સુધી પહોંચવાના લક્ષપૂર્વકની પ્રક્રિયાઓ, છે, એટલું ખાસ યાદ રાખવું કે આપણે જે ભૂમિકા ઉપર છીએ તે ભૂમિકાને અનુરૂપ વ્યવહાર ધમની સર્વ ક્રિયામાં રક્ત રહેનાર જ આગળ વધી શકે છે. પહેલા ગુણસ્થાનકે રહેલ માર્ગાનુસારીતાના ગુણોમાં, એથે ગુણસ્થાનકે રહેલ સાધક સમ્યગૂ દર્શનને આચારમાં, પાંચમે ગુણસ્થાનકે રહેલ સાધક શ્રાવકેચિત ક્રિયા અને કર્તવ્યોમાં, છઠ્ઠા ગુણસ્થાનકે રહેલ સાધુ ભગવંતે સાધુને ચોગ્ય સામાચારીના પાલનમાં સ્થિર હોય તે જ આત્માના અનુભવની દિશામાં આગળ વધે છે. કહ્યું છે કે –
નિશ્ચય દૃષ્ટિ હદયે ધરી, પાળે જે વ્યવહાર; પુણ્યવંત તે પામશે, ભવ સમુદ્રને પાર.
(સવાસે ગાથાનું સ્તવન) વળી આ ગ્રંથમાં પ્રથમ ભૂમિકા, બીજી ભૂમિકા, ત્રીજી ભૂમિકા એમ દરેક આરાધનાના વિભાગે છે. આપણે
જ્યાં હોઈએ ત્યાંથી આગળ વધવાનું છે. વાંચનાર ભિન્ન ભિન્ન રૂચિવાળા અને ભિન્ન ભિન્ન પશમવાળા હોય છે. જેને જે પ્રક્રિયા લાગુ પડે તેમાં તેને ત્યાંથી આગળ વધવાનું છે. સમ્યગુભાવે પુરૂષાર્થ કરનાર દેવગુરૂ કૃપાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org