________________
૨૦૨
વિચારા” આ વિચાર તેને ચારિત્રપદમાં ખેંચી જાય છે. સમ્યક્ત્વ છેવટે ચારિત્રમાં પરિણમે છે. સયાજ્ઞાન પદ :–
જીવનને કેઈપણ મહત્ત્વનો નિર્ણય કૃતજ્ઞાનના આલંબને કરવામાં આવે છે. શ્રુતજ્ઞાનને અભ્યાસ કરવાથી વિવેક બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને વિવેકથી જીવનને સાચે નિર્ણય આપણે કરી શકીએ છીએ. આપણે આ જીવનમાં શું કરવું અને શું ન કરવું? કઈ વસ્તુ મેળવવી અને કઈ વસ્તુ છેડી દેવી? શું ખાવું અને શું ન ખાવું? આવા પ્રશ્નોને નિર્ણય જે આપણી બુદ્ધિથી કરવા જઈએ, તે આપણે બુદ્ધિ મિથ્યામાહથી વાસિત હોવાથી આપણી બુદ્ધિથી કરેલા નિર્ણય ખોટા અને અધૂરા થાય છે. માટે હેય અને ઉપાદેય, કતવ્ય અને અકર્તવ્ય, ભક્ષ્ય અને અભક્ષ્ય, તેને નિર્ણય શ્રુતજ્ઞાનને આલંબને કરવામાં આવે છે. તે શ્રુતજ્ઞાન જ્યારે ઊંડું ચિંતન સ્વરૂપ બને છે ત્યારે તે ભાવનાજ્ઞાન બને છે અને ભાવનાજ્ઞાન જ્યારે પરમેષિપદોના ધ્યાન સ્વરૂપ બને છે ત્યારે અનુભવજ્ઞાન બને છે. આવું અનુભવજ્ઞાન–જેમાં શુદ્ધ આત્મસ્વરૂપના અનુભવને પરમાનંદ હોય છે તે માટેનો ધ્યાનપ્રવેગ સમ્યગુદર્શનમાં બતાવ્યો. તે વધારે ઊંડાણમાં જઈ કરવાનું હોય છે. અગર બીજા અનેક પ્રકારે આત્મઅનુભવ રૂપ જ્ઞાન પ્રાપ્ત થાય છે. સમ્યગચારિત્ર પદ;
સમ્યગદષ્ટિ આત્માના હૃદયમાં નિરંતર ભાવ રહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org