________________
૧૮૭
શુદ્ધ સ્વરૂપ અને આપણું ઉપયોગમાં તેમનું શુદ્ધ સ્વરૂપ આવતાં એક વિશિષ્ટ સંબંધ થાય છે, જેમાંથી આપણી અંદર રહેલા તેમના જેવા જ શુદ્ધ સ્વરૂપની સભાનતા ઉત્પન્ન થાય છે.
શુદ્ધ સ્વરૂપની સભાનતા (Awareness in Absoluteness) થતાં શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના ઉત્પન્ન થાય છે, અને તેનો ઉપાય પરમાત્માનું દર્શન, પૂજન, વંદન, સ્તવન, સ્મરણ, ધ્યાન અને આજ્ઞાપાલન જ છે. તેથી પરમાત્મા આપણું સર્વસ્વ બની જાય છે. પરમાત્મા જ આપણું પ્રાણ, ત્રાણ, શરણ, આધાર બની જાય છે. તે જ આપણુ માતા, પિતા, નેતા અને બંધુ છે.
त्वं मे माता पिता नेता, देवो घर्मा गुरुः परः । प्राणाः स्वर्गाऽपवर्गश्च, सत्त्वं तत्त्वं गतिर्मतिः ॥
શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી કૃત શકસ્તવ. વિશ્વમાં દર્શન કરવા લાયક, વંદન કરવા લાયક, પૂજન કરવા લાયક, સ્તવન કરવા લાયક કઈ હોય તો તે અરિહંત અને સિદ્ધ ભગવંત જ છે, તેવા ભાવથી સાધકનું હૃદય પરિપૂર્ણ ભરાય છે, સાધકની સર્વ વૃત્તિ અને પ્રવૃત્તિ પરમાત્મા ભણી ખેંચાય છે, તથા પર વસ્તુ પ્રત્યે જે આદર અને બહુમાન હતું તે પરમાત્મા પ્રત્યે ઉત્પન્ન થાય છે. રૂચિ પરમાત્માના સ્વરૂપમાં, રમણતા પરમાત્માના ગુણોમાં, તમયતા–તદ્રુપતા અને એકત્વ પરમાત્મામાં સધાય. છે, અને છેવટે Absorption in Atmaswarup–સવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org