________________
ગણધર ભગવંતની બુદ્ધિ પાસે આપણી બુદ્ધિ કેટલી અતિ અ૫. કેવળજ્ઞાની ભગવંતેના જ્ઞાનની પાસે આપણું જ્ઞાન કેટલું? અતિ અલ્પ. આવી આપણી અ૮૫ બુદ્ધિ અને અલ્પજ્ઞાનના મદમાંથી છૂટવા માટે શું કરવું? અતિ નિર્મળ બુદ્ધિ અને પરિપૂર્ણ જ્ઞાનને વરેલા પરમાત્માનું આલંબન લેવું અને તેમના પરિપૂર્ણ જ્ઞાન પાસે પોતે કેટલે અલ્પ જ્ઞાનવાળે છે તથા પિતાની બુદ્ધિ કેટલી વિચિત્ર વાસનાઓથી ખરડાયેલી છે તેનું ભાન થતાં પરમાત્મા તીર્થંકર દેવનું કથન એ જ તેની શ્રદ્ધાનું કેન્દ્ર બને છે. “તમે જ ઉના 4 નિર્દિ ” એ ભાવ પ્રગટ થ શરૂ થાય છે. પોતાની બુદ્ધિ અને જ્ઞાનને અહંકાર છોડીને મનુષ્ય જ્યારે વીતરાગ સર્વજ્ઞ તીર્થકર પરમાત્માએ કહેલાં તત્ત્વને સમજવા માટે પિતાની બુદ્ધિ અને જ્ઞાનનો ઉપયોગ કરે છે, ત્યારે તે સમ્યગદર્શન ગુણ પ્રાપ્ત કરવાને અધિકારી બને છે.
સમ્યગદશનની બીજી ભૂમિકા પણ એટલી જ સહેલી છે. “શુદ્ધ દેવ ગુરૂ ધમ પરીક્ષા સદ્દતણું પરિણામ.” સુદેવ, સુગુરૂ, સુધમ ઉપર પૂર્ણ શ્રદ્ધા તે સમ્યગ્ગદર્શનની બીજી ભૂમિકા છે.
સમ્યગદર્શનની ત્રીજી ભૂમિકા આત્મ અનુભવરૂપ સમ્યગદર્શન છે. આતમજ્ઞાનકે અનુભવ દર્શન, સરસ સુધારસ પીજીએ.”
(પદ્મવિજય કૃત સમ્યગ્રદર્શનની પૂજા.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org