________________
૧૯૭
આ આત્મ અનુભવરૂપ સમ્યગુદશનની પ્રાપ્તિ માટે મેહનીય કર્મની સાત પ્રકૃતિને ક્ષયે પશમ થવો જરૂરી છે. (ક્ષપશમ સમકિત વખતે સમકિત મેહનીયને ઉદય અને બીજી છ પ્રકૃતિને ક્ષપશમ હોય છે.) તે માટે જડ અને ચૈતન્યના ભેદવિજ્ઞાનની જરૂર પડે છે. પુદ્ગલ વિનાશી છે, હું અવિનાશી છું. પુગલનું લક્ષણ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ છે, મારું લક્ષણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને ઉપગ છે. પુદ્ગલ જડ છે, હું ચિંતન્ય સ્વરૂપ છું. આવું જડ-ચેતન્યનું ભેદવિજ્ઞાન દશન મોહનીયના ક્ષપશમનું કારણ છે. તેમાં પુદ્ગલથી ભિન્નતા ભાવિત થાય છે. અને ચૈતન્યથી એકતા ભાવિત થાય છે. જેવું પરમાત્માનું સ્વરૂપ છે, તેવું જ મારું સ્વરૂપ સત્તાએ છે અને મારી અંદર જેવું ચૈતન્ય છે, તેવું જ ચૈતન્ય જગતના જીવમાત્રમાં છે. તેવી ભાવનાથી સર્વ જીવ સાથે આત્મસમાન ભાવ ઉત્પન્ન થાય છે અને મંત્રી આદિ ભાથી ભાવિત બનાય છે, જેનાથી અનંતાનુબંધી કષાયને ક્ષપશમ થઈ આત્મ અનુભવરૂપ સમ્યગદર્શન ગુણને અનુભવ થાય છે.
આ રીતે સમ્યગદર્શનની આરાધનાથી સર્વ જીવ સાથે આત્મસમાન ભાવથી–મૈત્રીભાવથી ભાવિત બનાય છે, અને આપણી અંદર રહેલા પરમાત્માના જેવા જ શુદ્ધ આત્મચૈતન્યની સહણ, પ્રતીતિ અને કિંચિત્ અનુભવ પણ થાય છે. આપણી અંદર રહેલા શુદ્ધ આત્મસ્વરૂપની પ્રતીતિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org