________________
સાધુપદનું ધ્યાન –
જેઓ જિનેશ્વર ભગવંતની આજ્ઞાને અનુરૂપ જીવન જીવવાવાળા છે, જે કંચન-કામિનીના ત્યાગી છે, પાંચ મહાવતેને જે ધારણ કરનારા છે એવા સાધુ ભગવંતોની આપણે આરાધના કરવાની છે.
સકલ વિષય વિષ વારીને, નિકામી નિઃસંગીજી, ભવદવ તાપ શમાવતા, આતમ સાધન રંગીજી.
(શ્રી દેવચંદ્રજી કૃત સાધુપદની પૂજામાંથી.) વિષયનું ઝેર જેમને નિવારણ થઈ ગયું છે, નિષ્કામી એટલે આત્માનું શુદ્ધસ્વરૂપે પ્રગટ કરવા સિવાય જેમને કોઈ ઈરછા બાકી નથી, સકલ મુદ્દગલ સંગને ત્યાગ કરવાને જેમણે નિર્ણય કર્યો છે, જેમને ભવરૂપી દાવાનળ શાંત થઈ ગયું છે અને જેમની પાસે જનારને ભવ દાવાનળ પણ શાંત થઈ જાય છે, જે આત્મસાધનામાં સદા રક્ત છે તેવા સાધુ ભગવંતેની આપણે ઉપાસના કરવાની છે. મુનિરાજ કરૂણસિંધુ ત્રિભુવન-બંધુ પ્રણમું હિત ભણી.
(સાધુ પદની પૂજા.) મુનિરાજ કરૂણાના સિંધુ છે. ત્રણ જગતના પરમ બાંધવ છે. સુરિ પુરંદર હરિભદ્રસૂરિ મહારાજા “લલિત વિસ્તરા” ગ્રંથમાં “ધમ્મદયાણું” પાઠની ટીકામાં સાધુપદની વ્યાખ્યા કરે છે – ધ્યા. પ્ર. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org