________________
૧૭૮
તાત્વિક નમસ્કારનું સ્વરૂપ બતાવી જુદી જુદી બાર રીતે નવકારની આરાધના અને ધ્યાન દ્વારા આત્મ અનુભવ, આત્માના પરમાનંદની અનુભૂતિ સુધીની પ્રક્રિયા બતાવી છે. નમસ્કાર મંત્રનું ધ્યાન તેને પદસ્થ ધ્યાનનું સ્વરૂપ કહેવાય છે, તે પરમાત્માના નામનિક્ષેપની સાધના છે.
ત્રીજા પાઠમાં પરમાત્માનું મૂર્તિરૂપે દર્શન, પૂજન, સ્તવન અને ધ્યાન બતાવ્યું છે. પ્રથમ ભૂમિકામાં દર્શન અને ધ્યાનની પ્રક્રિયા બતાવી છે, બીજી ભૂમિકામાં પરમાત્માની પૂજાની ધ્યાન પ્રક્રિયા બતાવી છે. ત્રીજી ભૂમિકામાં પરમાત્માના સ્તવનમાં ધ્યાનની પ્રક્રિયા બતાવી છે. વિશિષ્ટ સાધકે માટે જિનભક્તિ દ્વારા આત્મ સાક્ષાત્કારની પ્રક્રિયા બતાવી છે.
ચેથા પાઠમાં બાળકો માટેનું સહેલું ધ્યાન બતાવ્યું છે.
પાંચમા પાઠમાં જીવનનું ધ્યેય-લક્ષ શું રાખવું? તે માટે આ પુસ્તકના લેખકને ૨૦૧૩ માં ભીલડીયાજી તીર્થમાં ચૈત્ર મહિનાની આયંબિલની ઓળી પ્રસંગે અધ્યાત્મ યોગી પૂ. પં. ભદ્રંકરવિજયજી મહારાજ સાથે થયેલ વાર્તાલાપ બતાવી – આ જીવનનું લક્ષાંક “આત્મઅનુભવ કર” – અને આવતા જીવનનું લક્ષાંક “પૂર્ણ આત્મસ્વરૂપ પ્રગટ કરવું ” તે નિર્ણિત કર્યું.
તે પછી હવે પાંચમા-છઠ્ઠા પાઠમાં નવપદની આરાધના ધ્યાન આપણે જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org