________________
૧૩૨
પુરુષાએ આત્માનુભવની ગંભીર પ્રક્રિયાને સરળતાપૂર્વક ખતાની આપણા જેવા બાળજીવા ઉપર મહાઉપકાર કર્યો છે. ‘સાત રાજ અળગા જઈ બેઠા, પણ ભકતે અમ મનમાંહે પેઠા.’
99
આપણા મૂળ સ્તવનની આ પક્તિમાં અદ્દભુત ભાવ છે, ચરમ તીર્થંકર ભગવાન મહાવીરસ્વામી માક્ષમાં ગયા; વર્તમાન ભરતક્ષેત્રમાં વિહરમાન તીર્થંકર કાઈ હાજર નથી, આપણે ગમે તેટલી પ્રાર્થના કરીએ તે આપણી પ્રાર્થના કાણુ સાંભળશે ? મેાક્ષમાં ગયેલ ભગવાન આવે કેવી રીતે અને આપણું યાગ-ક્ષેમ થાય શી રીતે ? મહાપુરુષા કહે છે ભગવાન ભલે ગમે તેટલા દૂર હાય પણ અમારા હૃદયમાં જ્યારે સાચી ભક્તિ ઉત્પન્ન થાય છે ત્યારે પરમાત્મા અમારા મનમદિરમાં હાજર છે, પૂર્વાચાર્યાંની આવી અદ્ભુત સ્તવન-પદ્ધતિ જોઈ આપણું હૃદય આનંદથી નાચી ઊઠે છે. અહાભાવનુ' આશ્ચર્ય ઉત્પન્ન થાય છે.
સ્તવન અને ધ્યાન એ વિષયમાં સ્તત્રન કરતી વખતે ગાવા તરફ જ લક્ષને આપવાનું છે. વળી સુમધુર કંઠે ભાવવાહી ગાવું તે તા ઘણું જ ઉપયાગી છે. પણ સ્તવન ગાવા ઉપરાંત તેના શબ્દોમાં કહેલા ભાવાથી ભાવિત બની તેમાં લખેલા ભાવાના અનુભવ કરવા તે મહત્ત્વનું છે.
શાન્તિ જીનેશ્વર સાચા સાહી, શાન્તિકરણ ઇન કલીમે હા જીનજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org