________________
૧૬૦ - આ રીતે અરિહંત પરમાત્માનું ધ્યાન જગતની સર્વોચ્ચ સ્થિતિ પરમાત્મ-પદની પ્રાપ્તિ સુધી પહોંચાડનારું છે. Meditation on Most High છે. માટે જ કહ્યું છે કે, તારું ધ્યાન તે સમકિત રૂપ,
તેહિ જ જ્ઞાનને ચારિત્ર તેહ છે જ, તેહથી જાયે સઘળાં હો પાપ,
ધ્યાતા ધ્યેય સ્વરૂપ હોય પછે છે. ઉપાધ્યાય યશોવિજયજી મ. કૃત–શાંતિનાથ ભગવાનનું સ્તવન. અરિહંત પરમાત્માનું ધ્યાન સમ્યગૂ દર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપ છે. તેનાથી સર્વ પાપને નાશ થાય છે અને ધ્યાતા પિતે ધ્યેય એટલે પરમાત્મસ્વરૂપને પામે છે.
-
મનની ચંચળતાનું રહસ્ય
જ્યાં સુધી મનને સાચી જગ્યા મળતી નથી, ઠરીને ઠામ બેસતું નથી, ત્યાં સુધી તેના માટે સાચી જગ્યા અરિહંતના ચરણકમળ છે. એકવાર જીનના ચરણકમળના સેવનથી અનુભવ રસનો પરમ આનંદ ચાખ્યો તે પછી મન દેવાદેડી છોડી દેશે. અમીરસનો કટોરો મળ્યા પછી ઝેર પીવા કેણ તૈયાર થશે!
સાચું સુખ, શાન્તિ કે આનંદ જગતના પદાર્થોમાં નથી પરંતુ આત્મા અને પરમાત્માના મિલનમાં છે. Super most art is to realise oneness with Supreme Power.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org