________________
૧૬૮
આવે અને શાશ્વત જીવન મળે તે માટે આપણું મૂળભૂત આત્મસ્વરૂપ પ્રગટ કરવું જરૂરી છે. આપણું આત્મ
સ્વરૂપે પ્રગટયા પછી જ અજરામર શાશ્વત જીવન મળે છે અને આપણી શાશ્વત જીવનની ઈચ્છા પૂરી થાય છે.
(૨) જીવની બીજી ઈચ્છા જ્ઞાન મેળવવાની છે. આપણે આખું ભારત ફરી આવીએ, છ ખંડની પૃથ્વીની પ્રદક્ષિણે કરી આવીએ, તે પણ નવું જાણવાની (જ્ઞાન મેળવવાની ઈચ્છા પૂરી થતી નથી. અખિલ બ્રહ્માંડ ખૂદી વળીએ તે પણ જ્ઞાન મેળવવાની ઈચ્છા સંપૂર્ણ થતી નથી. આપણું અંદર એક જ્ઞાન એવું બેઠું છે કે જેના વડે સર્વ જીવ અને સર્વ યુગલના ત્રણ કાળના સર્વ પર્યાયોને એક સમયમાં જાણી શકાય. આ લે કાલોક પ્રકાશક જ્ઞાન પ્રગટ થયા સિવાય જીવની જ્ઞાન મેળવવાની ઈચ્છા કદી પણ પૂરી થતી નથી. માટે જ્ઞાન મેળવવાની ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે.
(૩) જીવની ત્રીજી ઈચ્છા સુખ મેળવવાની છે. જીવને એવા સુખની ઈચ્છા છે કે મારા કરતાં કેઈની પાસે અધિક સુખ ન હોવું જોઈએ. આપણી પાસે એક કોડ છે, પણ બાજુવાળા પાસે સવા કોડ છે; તે આપણે એક કોડનું સુખ ભોગવી શકતા નથી. વળી આપણે એવું સુખ જોઈએ છે કે જે મળ્યા પછી કદી પણ જાય નહીં અને જેમાં જરા પણ દુઃખનું મિશ્રણ ન હોય. આવા સુખની પ્રાપ્તિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org