________________
૧૬૭
આ ઓળીમાં જ ૨૦૧૩ના ચૈત્ર સુદ ૧૩ ના બપોરે એક વિશિષ્ટ પ્રસંગ બન્યા
પ્રશ્ન “સાધક – જીવનનું લક્ષાંક શું રાખવું ?
ઉત્તર, પૂ. ગુરુ મહારાજ – અનંત ઉપકારી જિનેશ્વર ભગવંતે એ “આમ સ્વરૂપની પ્રાપ્તિ” એ જીવનનું લક્ષાંક બતાવ્યું છે. સંપૂર્ણ પણે “આમ સ્વરૂપની પ્રાપ્તિ આ જન્મમાં શક્ય નથી, અપેક્ષિત સામગ્રી પ્રાપ્ત થયે બીજા જન્મમાં થશે. વર્તમાન જીવનનું લક્ષ્યબિદુ “આત્મ સ્વરુપનો અનુભવ કરે? તે રાખવું. ભગવાનના દર્શન, પૂજનથી માંડીને સંયમજીવન સુધીની બધી ધર્મ પ્રવૃત્તિનું લક્ષાંક “આત્મા અનુભવ” પ્રાપ્ત કરે તે છે.
સાધક :– તે લક્ષાંક શા માટે રાખવું જોઈએ? પૂ. ગુરૂ મહારાજ–
જીવની પાંચ મુખ્ય ઈચ્છાઓ છે –
(૧) જીવની પહેલી ઈચ્છા જીવવાની છે. એક વર્ષની ઉંમર થઈ હોય, છતાં થોડું વધારે જીવવા માટે મનુષ્ય પ્રયત્ન કરે છે. દેવલોકમાં પલ્યોપમ, સાગરોપમનાં આયુષ્ય હોય છે, છતાં મૃત્યુ આવે છે તે ગમતું નથી. સૌથી મોટું આયુષ્ય અનુત્તર વિમાનવાસી દેવોને હોય છે, છતાં ત્યાં પણ મૃત્યુ આવે છે. જીવની સૌથી પ્રબળ ઇચ્છા “જીવવાની છે, છતાં તે કદી પૂરી થતી નથી. મૃત્યુ ક્યારે પણ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org