________________
૧૪૦
બીજું લક્ષણ -સમયવિધાન. સમય એટલે શાસ્ત્રમાં જિનેશ્વર ભગવંતોએ જે ક્રિયા જે વિધિ મુજબ જે સમયે કરવાની કહી છે તે કિયા તે વિધિ મુજબ તે સમયે કરવામાં આવે તે સમયવિધાન.
ત્રીજું લક્ષણ-ભવને ભય. જન્મા તરેડપિ તવ પાદયુગ ન દેવ! મન્ય મયા મહિતમીહિત-દાનદક્ષમ; તેને જન્મનિ મુનીશ! પરાભવાનાં, જાત નિકેતનમહ મથિતા-શયાનામ.
(કલ્યાણમંદિર સ્તોત્ર ગાથા ૩૬) મનુષ્ય જયારે અણુચિંતવી મુશકેલીમાં ફસાઈ જાય છે ત્યારે તેના હૃદયમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે.
મારા આશયનું મથન કરી નાખે તેવી ઉપાધિઓથી હું શા માટે ઘેરાઈ રહ્યો છું ! મારા મર્મસ્થાનને ભેદી નાખે તેવાં દુખે શા માટે મને ઘેરી રહ્યાં છે? હું ધારું છું કાંઈ અને એના કરતાં વિપરીત પ્રકારના બનાવો શા માટે મારા જીવનમાં બની રહ્યાં છે ?”
પૂજ્ય સિદ્ધસેન દિવાકરસુરીશ્વરજી મહારાજા આ પ્રશ્નોને ઉકેલ કલ્યાણમંદિર સ્તોત્રમાં બતાવી રહ્યા છે. “જન્માંતરેડપિ તવ પાદયુગન દેવ,મન્ય મયા મહિત મીહિત-દાનદક્ષમ, હે સકલ મનવાંછિત પૂર્ણ કરવાને સમર્થ એવા જિનેશ્વર ભગવંત! હે કલપવૃક્ષ ચિંતામણિ અને કામધેન કરતાં પણ અધિક ફળદાતા પરમાત્મા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org