________________
૧૫૨
તીવ્ર ઝંખના થતાં તે માટેના પરમ કારણે પરમાત્મા પેાતાનું સર્વસ્વ બની જાય છે. એ જ આપણા માતા, પિતા, નેતા, ખ', પ્રાણ, ત્રાણુ, શરણ, આધાર રૂપ ભાસે છે. રૂચિ પરમાત્મામાં, વીય સ્ફુરણા પરમાત્મ ભક્તિમાં, રમણતા પરમાત્માના સ્વરૂપમાં, તન્મયતા, તદ્રુપતા અને એકત્વતા પરમાત્મામાં ઉત્પન્ન થાય છે. અને તે એકત્વતા પ્રભુ સાથે ઉત્પન્ન થતાં પરમાનન્દ્વની પ્રાપ્તિ થાય છે.
કહ્યુ છે કેઃ—
સહજ અકૃત્રિમ નિર્મળ જ્ઞાનાનંદ જો,
દેવચ’દ્ર એકત્વે સેવનથી વરે રે લોલ. રે આ પ્રમાણેના માર્ગ જોતાં અરિહંત પરમાત્માના ધ્યાનની સાધનાના ક્રમ નીચે મુજબ નક્કી થાય છે.
(૧) આદર (૨) બહુમાન (૩) રૂચિ (૪) વીસ્ફુરણા (૫) રમણતા (૬) તન્મયતા (૭) તનૂપતા
(૮) એકત્વતા.
આ આઠ સ્ટેજની સાધના પરિપૂર્ણ બને છે. હકીકતમાં આપણા ક્ષયાપશમભાવી જે આત્મગુણા ખુલ્લા છે તેને પ્રભુની પ્રભુતા સાથે જોડવા તે આપણી સાધના છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, વીય આદિ આપણા આત્માના ગુણા ક્ષયાપશમ ભાવે અત્યારે અશતઃ ખુલ્લા છે. દર્શીન એટલે રૂચિ, જ્ઞાન એટલે જાણવું, ચારિત્ર એટલે રમણતા કરવી, વીર્ય એટલે શક્તિ ફારવવી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org