________________
૧૪૩
પાંચમું લક્ષણ “વિસ્મય” એટલે આશ્ચર્ય.
આંધળા મનુષ્યને ચક્ષુની પ્રાપ્તિ થાય, દરિદ્રી માણે સને ધનના પંજની પ્રાપ્તિ થાય ત્યારે જેવું આશ્ચર્ય થાય તેવું આશ્ચર્ય પરમાત્માનાં દર્શન વખતે થાય તે અમૃતક્રિયાનું પાંચમું લક્ષણ છે.
છઠું લક્ષણ પુલક એટલે રોમાંચ.
પરમાત્માના ગુણે, પરમાત્માની આપણને તારવાની અચિંત્ય શક્તિ, પરમાત્માનું સ્વરૂપ, તેનું ચિંતન કરતાં રેમરાજી વિકવર થઈ જાય તે રોમાંચ, અમૃતક્રિયાનું છઠું લક્ષણ છે.
સાતમું લક્ષણ પ્રમોદ એટલે આનંદ.
પરમાત્માનું પૂજન ધ્યાન વગેરે કરતી વખતે આનંદથી હૃદય ભરાઈ જાય. જેવું પરત્માનું સ્વરૂપ છે તેવું જ સ્વરૂપ સત્તાએ આપણું પિતાના અંદર રહેલું છે તે આત્મ સ્વરૂપને પરમાત્માનું દર્શન, વંદન, પૂજન, સ્તવન, ધ્યાન કરતી વખતે યત્કિંચિત્ અનુભવ થતાં જે આનંદ અનુભવાય છે, તે અમૃતક્રિયાનું સાતમું લક્ષણ છે.
અમૃતકિયાના સાત લક્ષણે યુક્ત પરમાત્માની પૂજા અગર ધમનું કઈ પણ અનુષ્ઠાન થઈ જાય છે, ત્યારે આજના કરેલા ધર્મનું ફળ આજે જ પ્રાપ્ત થાય છે.
ગમે તે ભયંકર રોગ થયે હેય પરંતુ ઔષધમાં જે અમૃત મળી જાય છે તે બીજા કેઈ ઔષધની જરૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org