________________
૧૩૭
આ દષ્ટાંતથી આપણને સમજાશે કે, જિનભક્તિમાં અંતરાયને તેડવાની કેવી અજોડ શક્તિ છે !
Fear is the faith in evils. ovladi zufolge પદાર્થોની શ્રદ્ધામાંથી ભયનું સર્જન થાય છે. કેટલાંક ગામનાં નામ એવા હોય છે દા. ત. ગેઝારીયા, લાંઘણજ, સાયલા, મરોલી વગેરે એ ગામ કોઈ માણસ સવારે જતા હોય અને કઈ પૂછે કે, કયા ગામ જાઓ છે ? તે કહેશે કે, ભગતના ગામ જાઉં છું. સ્ટેશન ઉપર જાઉં છું. પણ તે ગામનું નામ કઈ લેશે નહિ. કારણ કે તે ગામનું નામ લઈશું તો દિવસ ખરાબ જશે. મમ્મણ શેઠનું નામ લઈશું તે ખાવા નહિ મળે, તેમાં માણસને શ્રદ્ધા છે. મમ્મણ શેઠના નામમાં ખાવા ન મળે તેવી શક્તિ છે તે પ્રભુ મહાવીરના નામમાં કાંઈ શક્તિ છે કે નહિ? ગૌતમ ગણધરના નામમાં કોઈ શક્તિ છે કે નહિ? આ બાબત આપણે કદી વિચારી નથી. “પ્રભુ નામે આનંદ કંદ” “ગૌતમ નામે નવે નિધાન” એ જીવનમાં અનુભવવાની વસ્તુ છે.
Where there is faith in God, Fear has no power.
આપણી શ્રદ્ધા જ્યારે પરમાત્મા, નવપદ, સિદ્ધચક, આપણે આત્મા વગેરે ઉપર કેન્દ્રિત થાય છે તે વખતે સર્વ ભય તત્કાલ નાશ પામી જાય છે.
Where there is God, there is only Good. જ્યાં પરમાત્મા હોય ત્યાં બધું સારું જ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org