________________
૧૩૩
તું મેરા મનમેં તું મેરા દિલમેં,
ધ્યાન ધરૂં પલપલમેં સાહીબજી. તું મેરા મનમેં, તું મેરા દિલમેં”
આ ભાવથી ભાવવિભોર બની પરમાત્મા આપણા મન અને શરીરમાં વ્યાપી જતા હોય તેવું અનુભવવું અને આપણા મન અને શરીરમાં વ્યાપી ગયેલા પરમાત્માના ધ્યાનમાં આપણે લીન બની જઈએ તેવી સ્થિતિમાં પ્રવેશ કરવો.”
એક બીજું દૃષ્ટાંત જોઈ એ. પગ ને. ૧૭ “અમૃતક્રિયા
દુશ્મન રાજાએ ઉજજૈની નગરીની ચારે તરફ માટે ઘેરે નાખે છે. ઉજજેની નગરીના દરવાજા રાજાએ બંધ કરી દીધા છે. આખું નગર ભયગ્રસ્ત બની ગયું છે. દુશ્મનનું સેન્ટ જોઈ સૌ કોઈ ચિંતાતુર બની ગયા છે. ઉજજૈની નગરીમાં જ શ્રીપાલના માતાજી કમલપ્રભા અને મયણાસુંદરી રહેલાં છે.
માતા કમલપ્રભા પુત્રવધૂ મયણાસુંદરીને કહે છે :“હે પુત્રી કેઈ બળવાન દુમન રાજાના સૈન્ય આપણા નગરને ઘેરો ઘાલ્યો છે. આખું નગર અત્યારે ભયગ્રસ્ત બની ગયું છે. સર્વત્ર એક જ વાત ચાલે છે, દુશ્મન રાજાનું સન્ય ઘણું મોટું છે. આપણું ઉપર મહાન આપત્તિ આવી છે. નગરજનેનું શું થશે ? વળી હે પુત્રી ! તારો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org