________________
૧૧૭ विणावेणुमृदङ्गसङ्गमचमत्काराच्च नृत्योत्सवे स्फाराहदगुणलीनताभिनयनाद् भेदभ्रमप्लावना ॥३॥
(તમારાત) આ સામુદાયિક સંઘ મળીને કરે છે તે મેટી પૂજામાં-પૂજા, પૂજક અને પૂજ્ય. દષ્ટા, દશ્ય અને દગ. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય—એ ત્રણેની એકતા સધાય છે. આ રીતે ધ્યાતા આપણે આત્મા છે, ધ્યેય પરમાત્મા છે, અને પૂજા દ્વારા ધ્યાન પ્રક્રિયા ચાલે છે તે સમયે ધ્યાતાનું ચેતન્ય ધ્યેયમાં નિષ્ટ થઈ જાય છે ત્યારે ધ્યાતાના હૃદયમાં સકલ ભવ્ય લોક સુખી થાઓ તે મિત્રીભાવ ઉત્પન્ન થાય છે. આજ સુધી ધ્યાતા એટલે આપણું હૃદયમાં “મને સુખ મળે અને મારું દુઃખ ટળ” એટલો જ ભાવ હતે પરંતુ પ્રાણીમાત્રના કલ્યાણ ભાવની પરાકાષ્ઠાએ પહોંચેલા અરિહંત પરમાત્માની પૂજા અને ધ્યાન દ્વારા આપણું હૃદયમાં
સકલ ભવ્ય લેક સુખી થાઓ” તે મિત્રી ભાવ ઉત્પન્ન થાય છે. - વૈર, વિરોધ, મદ, મત્સર આદિ દેશે આ પૂજા દ્વારા શાંત થઈ જાય છે. કયો એવો દેશ છે કે આ પૂજા દ્વારા શાંત થતો ન હોય? અર્થાત પરમાત્માની મોટી પૂજા અને તે દ્વારા થતું પરમાત્માનું ધ્યાન અને તે દ્વારા થતી ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતાથી સર્વ પ્રયજન સિદ્ધ થાય છે.
પરમાત્માની આવી મેટી પૂજામાં જુદા જુદા સ્થળેથી સંઘ આવે છે અને તે એકઠા થયેલાં સંઘના પુણ્યાત્માઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org