________________
૧૧૬
પૂજા કરીશુ તે ચાલશે. મદિરમાં જઈ ને અષ્ટપ્રકારી પૂજાની શું જરૂર ? એટલા માટે જ અહીં પૂજામાં ધ્યાન પ્રયાગ નં. ૧૪માં પ્રથમ બતાવ્યું. આપણી યથાશક્તિ સામગ્રીથી પૂજા કરવી. હવે વધુ સર્વોત્તમ સામગ્રીથી પૂજા કરવી છ તે। આ પ્રયાગ ન. ૧૫માં ખતાવ્યા પ્રમાણે કલ્પનાથી ઉત્તમ સામગ્રીથી પૂજા કરવી.
દ્રવ્ય પૂજા અદ્ભૂત ફળાને આપે છે તે પ્રચલિત છે, તેથી વિસ્તારના ભયે અહીં લખ્યું નથી. અન્યત્ર ગ્રંથામાંથી જોઈ લેવુ'. અધ્યાત્મ યાગી પૂજય પંન્યાસ પ્રવર ભદ્ર કરવિજયજી મહારાજનાં જીનભક્તિ અને પ્રતિમા પૂજન આ બન્ને પુસ્તકો આ વિષયમાં ખાસ વાંચવા જેવા છે.
જૈન શાસનમાં તે સામુદાયિક માટી પૂજા જેવી કે અષ્ટોત્તરી સ્નાત્ર, શાંતિ સ્નાત્ર, સિદ્ધચક્ર પૂજન, અદ્ મહાપૂજન આદિ અનેક માટી પૂજાએ થાય છે. સર્વોત્તમ દ્રવ્યેા લાવીને આવી માટી પૂજા શા માટે કરવામાં આવે છે તે બાબતમાં મહાપાધ્યાય યશે.વિજયજી મહારાજાના પ્રતિમાશતક નામના ગ્રંથમાં ફરમાવે છે.
पूजापूजकपूज्य सङ्गतगुणध्यानावधानक्षणे । मैत्री सत्त्वगुणेष्वनेन विधिना भव्यः सुखीस्तादिति । वैर व्याधि विरोध मत्सर मद, क्रोधैश्च नोपप्लवस्तत्को नाम गुणो न दोषदलनो, द्रव्यस्तवोप्रक्रमे ॥ ३३॥ नानासङघसमागमात्सुकृत वत्स द्गन्धहस्तिव्रज । स्वस्तिप्रश्नपरंपरापरिचयादप्यद्भूतोद्भावना ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org