________________
૧૩
ઉપાધ્યાયજી શ્રી અશેવિજયજી મહારાજ ઉપર્યુક્ત પંક્તિમાં કહે છે કે પ્રભુ, તારા ધ્યાનને મહારસ આજે પીધો. હવે બીજા રસ ફિક્કા પડી ગયા. અંતરંગમાં તારા સ્વરૂપનું દર્શન મળ્યું, હવે તારા સિવાય મારે બીજું કાંઈ ન જોઈએ. તું જ મારું સર્વસ્વ છે, તું જ મારું સ્વરૂપ છે.
આ પ્રમાણે પરમાત્મ-સ્વરૂપને ઉપલક્ષણથી આત્મસ્વરૂપના-પરમાનંદનો રસાસ્વાદ ચાખ્યા પછી જ જગતના બધારામાંથી સાધકનું મન ઊઠી જાય છે. તું ગતિ, તું મતિ આશરે, તું આલંબન મુજ પ્યારે રે, વાચક યશ કહે માહરે, તું જીવ જીવન આધાર રે.
હે કરૂણાનિધાન પ્રભુ ! તું જ મારું સર્વસ્વ છે. તું જ માતા, પિતા, નેતા, બંધુ, પ્રાણ આધાર છે. તારા આનંબને જ મારૂં શુદ્ધ ચિતન્ય પ્રગટ થાય છે. તું જ મારે જીવન આધાર છે. મારો આતમા તુજ થકી નિપજે,
માહરી સંપદા સયલ મુજ સંપજે; તેણે મન મંદિરે ધમ પ્રભુ ધ્યાઈએ,
પરમ દેવચંદ્ર નિજ સિદ્ધિ સુખ પાઈએ. મારા અંદર, આત્મામાં અનંત સુખ અને આનંદનું નિધાન છે. અને તે નિધાનની પ્રાપ્તિ પરમાત્માના આલબને જ થાય છે. માટે નિરંતર પરમાત્માનું સ્મરણ-ધ્યાન કરવું. એ જ સિદ્ધિના પરમ સુખની પ્રાપ્તિને ઉપાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org