________________
૧૨૨
પરમાત્માના ગુણ ગંગાજળમાં પવિત્ર બની આનંદ અનુભવ્યું. હવે ખાચિયાના જળમાં કેણ સ્નાન કરે ? સંસારના વિષય રસને કેણ સેવે ? પાંચે ઈન્દ્રિયોના વિષ
ના રસ કરતાં અધિક રસ આજે પરમાત્માનું ધ્યાન કરતાં આવ્યા, હવે તુચ્છ રસમાં કોણ જાય ! માલતીનું કુલ મળ્યા પછી બાવળીએ જઈને કેણ બેસે ? જગતના પદાર્થોમાં સુખ અને આનંદ આપણે જીવ શેતે હવે, પણ તેમાં સુખ કે આનંદ હતે નહી. છતાં સુખ અને આનંદ છે તેમ સમજી દોડતું હતું, પરંતુ આજે પ્રત્યક્ષ પરમાત્માના ધ્યાનને આનંદ આવ્યું, હવે જગતના રસ ફિક્કા પડી ગયા. જશ પ્રભુ ધ્યાયે મહારસ પાયો, અવર રસે નવિ રાચું; અંતરંગ ફર દરિસન તેરે, તુજ ગુણ રસ સંગ માચું.
પરમાત્માની ભક્તિ, નમસ્કાર, ઉપાસના, દર્શન, પૂજન, વંદન, સ્તવન, ધ્યાન, સ્મરણાદિ દ્વારા પરમ રસને અનુભવ થાય છે. ઈન્દ્રિયેના અને કષાયના રસ કરતાં અનેકગણે ચડિયાતે પરમાત્મ-સ્વરૂપને સાનુભવ થાય ત્યારે, જગતના સર્વ રસ નીરસ બની જાય છે.
ખરી રીતે તે પાંચ ઈન્દ્રિયોના અને કષાયના રસે તે રસ નથી, પણ આભાસ માત્ર છે. છતાં અનાદિ મિથ્યા મેહના કારણે જીવને વિષયકષાયમાં રસ પડે છે અને તે રસ કરતાં અતિ ઉચ્ચ કોટીને પરમાત્મ-ધ્યાનને રસ પ્રાપ્ત થાય છે ત્યારે તુચ્છ રસો નાશ પામી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org