________________
૫૧
સ્વરૂપની પ્રાપ્તિ કરવી તે લક્ષાંક સુધી પહાંચવાનુ છે, તે માટે પોતાના ગુણસ્થાનકને અનુરૂપ જિન આજ્ઞા પ્રમાણે ધર્મક્રિયા-અનુષ્ઠાને ભાવપૂર્વક-ઉપયાગ જોડવા પૂર્વક કરીને એટલે કે ધ્યાનપૂર્વક કરીને પરમાત્માને હૃદયમ`દિરમાં યધરાવી પરમાત્માનું ધ્યાન કરવાથી કાર્ય સિદ્ધિ થાય છે.
આજે પામ્યા પરમ પદનો, પથ તારી કૃપાથી, મીટવા આજે ભ્રમણુ ભવનાં, દિવ્ય તારી કૃપાથી; દુઃખા સર્વ ક્ષય થઈ ગયા, દેવ તારી કૃપાથી ખુલ્યાં ખુલ્યાં સકલ સુખનાં, દ્વાર તારી કૃપાથી
આજ સુધી સુખ જગતના પદાર્થોમાં ભરેલું છે તેવી સમજ હતી અને તેના કારણે સુખ માટે આપણે જગતના પદાર્થોની પાછળ દાડતા હતા, પર ́તુ આજે પરમાત્માની કરૂણા આપણા ઉપર વરસી. પરમાત્માની કાને આપણા હૃદયમા આપણે ઝીલી તેના કારણે આપણી બુદ્ધિ શુદ્ધ થઈ. સિંચજે તુ સદા વિપુલ કરૂણા રસે, મુજ મને શુદ્ધ મતિ કલ્પવેલી, જ્ઞાન દર્શન કુસુમ ચરણુવર મંજરી, મુક્તિ ફળ આપશે તે અકેલી. (ઉ. યશેાવિજયકૃત ૩૫૦ ગાથાનું સ્તવન,) પ્રભુના કરૂણા રસના સિંચનથી આપણી બુદ્ધિ શુદ્ધ થવાથી અને પરમાત્માના ધ્યાન દ્વારા સુખ આનંદના મહાસાગર આપણા આત્મામાં પૂર્ણ ભરેલા છે તેની સભાનતા, સહૃણા, પ્રતીતિ અને યત્કિંચિત્ અનુભવ થતાં આત્મિક સુખનાં દ્વાર ખુલ્લાં થઈ ગયાં. ( ખુલ્યાં ખુલ્યાં સકલ સુખનાં દ્વાર તારી કૃપાથી. ) જગતના પદ્યાર્થીમાં સુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org