________________
સ્મરણ કરવાથી પરમાત્મા આપણું મનમંદિરમાં મળવા માટે આવે છે.
નામ અને નામી કથંચિત અભેદ સંબંધ છે. લાડુ’ શબ્દ બોલવાથી તેને દેખાવ, સ્વાદ, બધું નજર સમક્ષ આવે છે. “રસગુલ્લાં” શબ્દ બોલીએ છીએ ત્યારે કેટલાક રસલુપી માણસને મોઢામાં પાણી આવે છે, તે બતાવે છે કે વસ્તુના નામને વસ્તુ સાથે સીધે સંબંધ છે. તેવી રીતે “અરિહંત” એવા નામને સાક્ષાત અરિહંત પરમાત્મા સાથે સીધો સંબંધ છે. માટે કહ્યું છે કે –
નામ હે આવી મળે, મન ભીતર ભગવાન
માટે પરમાત્માને મેળવવાની તીવ્ર ઝંખના Dynamic Desire આપણામાં ઉત્પન કરવી અને તે ઝંખના પૂર્ણ કરવા માટે ચારે નિક્ષેપે ત્રિવિધ ત્રિવિધે પ્રભુભક્તિ કરવી (Divotion to Divinity).
જેનશાસનમાં ચાર નિક્ષેપાનું અદભૂત તત્વજ્ઞાન છે. ભાવ નિક્ષેપો તે અતિ ઉપકારી છે જ, પરંતુ નામ, સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપ પણ એટલા જ ઉપકારી છે.
પ્રથમ ભૂમિકા નમસ્કાર મંત્રની આરાધના તે નામ નિક્ષેપની આરાધના છે. જેને કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા યોગશાસ્ત્રમાં પદસ્થ ધ્યાન કહે છે.
પ્રથમ નમસ્કાર મંત્રના જાપ વિષયક કેટલીક મહત્ત્વની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org