________________
૫૫
કલાક પાતળું રહેશે. (તીવ્ર કષાય કે આસક્તિ આપણે કરી શકીશું નહી) તેનાથી અધ્યવસાય નિર્મળ રહેશે. અધ્યવસાય નિર્મળ રહેવાથી લડ્યા અને ભાવ વિશુદ્ધ રહેશે અને લેશ્યા-ભાવ વિશુદ્ધ રહેવાથી ચિત્ત વિશુદ્ધ રહેશે. ચિત્તની વિશુદ્ધિથી મન-વચન-કાયાના ચોગેનું પ્રવર્તન ન આજ્ઞાને અનુરૂપ રહેશે અને તેનાથી આપણું આખુ જીવન વિશુદ્ધ થશે.
આ રીતે મેક્ષ માર્ગની એક દિવ્ય પ્રક્રિયા આપણે કરીએ છીએ. આપણું સમગ્ર જીવનનું પરિવર્તન કરી આપણું જીવન દિવ્ય બનાવવાની અભૂત ક્રિયા જે આ પુસ્તકના લેખકને અધ્યાત્મ યેગી અનુભવસિદ્ધ મહાપુરૂષ પૂ. પં. શ્રી ભદ્રકવિજયજી મહારાજ સાહેબના ૨૩ વર્ષના સાનિધ્ય દરમ્યાન પ્રાપ્ત થયેલી તે અહીં રજુ કરી છે.
આ રીતે દરરોજ અનુકૂળતા મુજબ સાલંબન ધ્યાન થાને પરમાત્મ ઉપાસના-ભક્તિ કરવા માટે જીજ્ઞાસુ આત્માઓને ખાસ વિનંતિ છે –આ પ્રયોગનું મૂળ છે પરમાત્માનું સાનિધ્ય અનુભવવું. પરમાત્માના સાનિધ્યથી આપણું જીવન દિવ્ય બને છે. દા. ત. લોઢામાં બાળવાને કઈ ગુણ નથી, પરંતુ લોઢાને અરિનના સંગમાં રાખવામાં આવે તે લોઢામાં અગ્નિને બાળવાને ગુણ પ્રગટ થાય છે. તે રીતે પરમાત્માના ધ્યાનથી પરમાત્માના ગુણે સાધકમાં આવિર્ભાવ પામે છે. ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે, પામે ભવને પાછ” પરમાત્માનું સાનિધ્ય અનુભવવાથી પરમાત્માની દિવ્ય શક્તિઓ આપણાં જીવનમાં કાર્યશીલ બને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org