________________
૨૩
મનમાં ચાલતી વિચારોની દેડ શાન્ત કરવા સૌથી પ્રથમ આપણે દર્શનને પ્રયાગ કરીશું. આપણું સામે ભગવાનની મૂર્તિ અગર ચિત્રપટ છે. ખૂલ્લાં નેત્રથી આપણે ભગવાનના દર્શન કરીશું. માત્ર દર્શન કરવાનું છે. મનને પણ દર્શનમાં જોડવાનું છે. જે વિચાર કરીશું તે દર્શન બંધ થઈ જશે, અને દર્શન કરીશું તે વિચાર શાંત થઈ જશે. ત્રણ મિનિટ ખૂલ્લાં નેત્રથી આપણે ભગવાનનું દર્શન કરવાનું છે. ત્રણ મિનિટના દર્શનમાં વિચારોની દોડ આપણા મનમાં શાન્ત થશે.
પ્રાણશુદ્ધિનો પ્રયોગ :પ્રાણુનું પ્રતિક છે શ્વાસોશ્વાસ.
આંખ બંધ કરીને શ્વાસે શ્વાસ ચાલે છે તેનું નિરીક્ષણ કરવું. શ્વાસ લેતાં “અરિ અને શ્વાસ મૂકતાં હંત” આ રીતે પ્રત્યેક શ્વાસે શ્વાસમાં “અરિહંત પદનું સ્મરણ ત્રણ મિનિટ સુધી કરવું, તેનાથી પ્રાણુ શુદ્ધ થાય છે. જરા પ્રાગપૂર્વક શ્વાસ ધીમે ધીમે લેવા અને ધીમે ધીમે મૂકવા. લોહીની શુદ્ધિ-હૃદય શુદ્ધિનો પગ
સામાન્ય રીતે તંદુરસ્ત મનુષ્યના અંદાજે ૭૦ જેટલા હદયના ધબકારા એક મિનિટમાં થાય છે. પ્રત્યેક ધબકારે અંદાજે ૮૦ c. c. જેટલું લોહી હૃદયમાંથી પસાર થાય છે. સામાન્ય રીતે આપણું શરીરમાં પાંચ કીલો જેટલું લેહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org