________________
છીએ ત્યારે વિકલ્પ શાન્ત થાય છે. માત્ર દર્શન કરવું. દર્શન કરતાં કાંઈ વિચારવું નહીં).
કરૂણામય પરમાત્માનું આપણે દર્શન કરીએ છીએ. - હે દિવ્ય કરૂણાશક્તિ રૂપ પરમાત્મા ! આપ તે સર્વ દેષ, પાપ અને વાસનાથી મુક્ત છે. હું તો પાપવૃત્તિથી ભરેલો છું, મલીન વાસનાઓ હજુ પણ મને સતાવી રહી છે. દુષ્ટ ભાવે હજુ પણ મને પીડા આપી રહ્યા છે. હું તે ક્રોધ કષાયને ભરીયે, તુ તે ઉપશમ રસને દરિયો, હું મનથી ન મુકું માન, તું છે માન રહીત ભગવાન; હું તે મોહ તણે વશ પડી, તે તે સઘળા મેહને હણ, મને માયાએ મુક્યો પાશી, તું તે નિબંધન અવિનાશી.
(આ પ્રાર્થનાના ભાવે મનમાં ભાવિત કરવા )
હે દયામય પ્રભુ! આપ કાંઈ ઉપાય કરો જેનાથી મારી પાપવૃત્તિઓ નાશ પામે, મારી મલીન વાસનાઓ અને દુષ્ટ ભાવે નાશ પામે.
પરમાત્માની કરૂણા–અગ્નિજવાળાનું સ્વરૂપ ધારણ કરે છે...... ... તે અગ્નિજ્વાળા આપણી તરફ આવી રહી છે.... ... ... (આવું દશ્ય જેવું).
અગ્નિજવાળા આપણી ચારે તરફ વીંટળાઈ વળી છે.” તે પ્રભુની કરૂણા અઝિનમાં આપણી પા૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org