________________
આપણુ જેવા અનાથ દશામાં સંસારમાં અથડાતા જીવને એક માત્ર શરણ આપવાનું તેમનું સામર્થ્ય આદિ જોતાં એક ક્ષણ તેમને ભૂલવા ન જોઈએ. ક્ષણે ક્ષણે તેમનું દર્શન, પૂજન, વંદન, સ્તવન, મરણ, ધ્યાન અને આજ્ઞાપાલન આપણું પરમ કર્તવ્ય છે. અરિહંત પદનું ધ્યાન માતાના દૂધની જેમ પરમ હિતકારક છે. અરિહંત પદનું ધ્યાન કરવું તે આપણી પવિત્ર ફરજ છે. નવપદમાં કેન્દ્રસ્થાને અરિહંત પરમાત્મા છે. ધ્યાનમાં સર્વોત્કૃષ્ટ, સર્વશ્રેષ્ઠ, સર્વોત્તમ આલબન અરિહંત પરમાત્મા છે અને આવા કરૂણાના સાગર, કૃપાના અવતાર, દયાના સમુદ્ર અરિહંત પરમાત્મા જેમાં આલંબન રૂપ છે તેવું ધ્યાન તેને સાલંબન યાન કહેવાય છે.
દરેક મનુષ્ય ધ્યાન કરી રહ્યો છે, માત્ર સાધના કરનાર જ ધ્યાન કરે છે તેવું નથી પ્રત્યેક જીવ દયાન કરે છે. આપણે જ્યારે ધ્યાન કરવા બેસીએ છીએ ત્યારે જ ધ્યાન થાય છે તેવું નથી. રાત અને દિવસ આપણું ધ્યાન ચાલુ જ છે. જગતના પદાર્થોનું ધ્યાન આપણે નિરંતર કરીએ જ છીએ. વિષયને–પદાર્થોને પ્રાપ્ત કરવાનું અને તેની સુરક્ષા કરવાનું ધ્યાન ચાલુ છે. જ્ઞાની પુરૂષ તેને આર્તધ્યાન, રૌદ્રધ્યાન કહે છે. આપણે આવા ધ્યાનથી ટેવાઈ ગયા છીએ. તેના કારણે નિરંતર આપણું મન ભય, શેક, ચિંતા અને ટેન્શનથી વ્યગ્ર રહે છે. આવા પ્રકારની લાગણીથી આપણે નિરંતર પીડાઈ રહ્યા છીએ. આવા પ્રકારનું ટેન્શન -તાણુ, તેનું કારણ પણ ધ્યાન છે. તેમાંથી છૂટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org