________________
આનદમાં રહેવાની ટેવ પડે છે. પરમાત્માની કરૂણા શક્તિની સહાય લઈને આપણે ટેવાને બદલી શકીએ છીએ. અત્યારે ખીસ્સામાંથી રૂમાલ પડી જાય તેવી નાની ખાખતમાં પણુ આપણે ભયગ્રસ્ત બનીએ છીએ. હવે આવા પ્રયાગા વારવાર નિયમિત કરવાથી આભ તૂટી પડે તેા પણ આપણે સ્વસ્થ રહી શકીએ તેવુ. પરિવર્તન આપણામાં આવે છે. તે માટે નિયમિત સાધનાની જરૂર છે.
આ પ્રયાગાના અભ્યાસક્રમ આપણી વૃત્તિએનુ મૂળમાંથી રૂપાંતર કરે છે. જગતના પાર્ઘામાં સુખ અને આનંદ શેાધવા સૌ પ્રયત્ન કરે છે અને તેમાંથી સુખ, આનંદ મળતાં નથી તેથી પીડાય છે. હવે આ વૃત્તિનું મૂળમાંથી પરિવર્તન પ્રત્યેાગ નં. ચાર, પાંચ અને છ થી થાય છે. ખરી રીતે આપણને જરૂર છે સુખ અને આનંદની. તે ક્યાં છે તે ખબર નહીં હાવાથી આપણે પીડાઈએ છીએ. આનંદ અને સુખના ભંડાર આત્મામાં છે. આનંદ અને સુખના પૂર્ણ પ્રગટ ભ`ડાર પરમાત્મામાં પ્રત્યક્ષ છે. તેથી આનંદની, સુખની, ઇચ્છાવાળા સાધકના પ્રેમ પરમાત્મા તરફ વળે છે. કારણ કે પરમાત્મા પ્રગટ આનંદના ભંડાર છે અને તેમના આલંબને આપણા આત્મામાં રહેલાં સુખ અને આનંદના અનુભવ થાય છે. તેથી સાધકના પ્રેમ પરમાત્મા તરફે વહેતા રહે છે. અને તે પરમાત્મા પ્રત્યેના પ્રેમ જ પરમાનંદ સ્વરૂપ ખની અનુભૂતિમાં આવે છે.
આવી રીતે
પ્રચેાગન',
ચાર અને
પાંચમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org