________________
દ્વારા આપણે જાતને આપણે સ્વયં સૂચના આપીએ છીએ. મને કઈ ચિંતા નથી, દુઃખ નથી, ભય નથી, ટેન્શન નથી. હું સુખમાં છું, આનંદમાં છું, શાન્તિમાં છું........ ...................આ સ્વયં સૂચના જેટલા ઊંડાણમાં આપણા આંતરમનને સ્પર્શે છે; તેટલી આપણી જૂની ટેવ જલ્દી પરિવર્તન પામે છે. આ પ્રયોગથી કઈ પણ કારણ વગર ભય અને ચિંતા કરવાની જૂની ટેવ બદલાય છે. આપણું આંતરમનને ઉપરના ભાવે સ્પર્શવાથી ગમે તેવા સંજોગેમાં પણ આપણે સુખ, શાંતિ અને આનંદમાં રહેવા ટેવાઈ જઈશું. આ પ્રયોગમાં જેટલું વધારે ભાવિત બનાય તેટલું શીધ્ર પરિવર્તન થાય છે. કોઈ પણ વસ્તુને ભાવિત કરવાથી તેના ગુણધર્મ બદલાઈ જાય છે. અનાજને આગ ઉપર રાંધવાથી ભાવિત થાય છે. પાણી, દૂધ વગેરેને ગરમ કરવાથી ભાવિત થાય છે.
કલ્યાણ મંદિર તેત્રની ૧૭ મી ગાથામાં સિદ્ધસેના દિવાકરસૂરીજી મહારાજ કહે છે કે પાણીને અમૃત રૂપે ભાવિત કરવાથી તે અમૃત તુલ્ય કાર્ય કરે છે. આ રીતે આપણા મનને ભાવિત કરવાનું છે. હું નિરંતર પરમાત્માની કરૂણામાં સ્નાન કરું છું. હવે મને ભય, શેક, ચિંતા, આર્તધ્યાન, રૌદ્રધ્યાન સ્પશી પણ નહીં શકે. હું સદા-સર્વદા સુખ, શાન્તિ, આનંદમાં રહીશ. આ ભાવથી ભાવિત થવાથી સ્વભાવ પરિવર્તન થાય છે. ચિંતા અને ભયગ્રસ્ત બનવાની જની ટેવ બદલાય છે અને તેને બદલે શાન્તિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org