________________
Receptive attitude towards Paramatma. પરમાત્માની કરૂણને ઝીલવાની દિવ્ય કળા
अन्यथा शरणं नास्ति, त्वमेव शरणं मम; तस्मात् कारूण्यभावेन, रक्ष रक्ष जिनेश्वर.
અરિહંત પરમાત્માને અને આપણે સંબંધ અનંતકાળથી ચાલ્યો આવે છે. પરમાત્મા કરૂણાના કરનાર છે. આપણે તેમની કરૂણાના પાત્ર છીએ. પરમાત્મા કરૂણાના નિધાન છે, કૃપાના અવતાર છે, દયાના સમુદ્ર છે, વાત્સલ્યના ભંડાર છે. જગતના સર્વ જીવ ઉપર એક ધારી કરૂણા તે વરસાવી રહ્યા છે. “સ્વયંભૂરમણ સ્પર્ધિ કરૂણારસ વારિણ” સ્વયંભૂરમણ સમુદ્રની સ્પર્ધા કરે તેવા અનંત કરૂણના નિધાન અરિહંત પરમાત્મા છે. જે સમયે આપણે નિગોદમાં હતા, આપણી જાતનું આપણને ભાન પણ ન. હતું; તે સમયે આપણો એ દુઃખમાંથી છૂટકારો કેમ થાય? તે આપણા માટે વિચાર કરનાર કેઈ હાય તે અરિહંત પરમાત્મા છે. નરક, તિર્યંચ આદિ ગતિમાં આપણે પીડાઈ રહ્યા હતા તેવા સમયે આપણે એ પીડા કેમ નાશ પામે અને આપણને પરિપૂર્ણ સુખ કેમ પ્રાપ્ત થાય તે આપણા માટે ભાવ કરનાર કોઈ હોય તે અરિહંત પરમાત્મા છે. ઝાડના પાંદડા જેવી તુચ્છ હાલતમાં જ્યારે આપણે હતા તે સમયે આપણી એવી તુચ્છ અવસ્થામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org