________________
૧૨
પણ સિદ્ધ ભગવંતના જેવું ચૈતન્ય છુપાયેલું છે તેનું મૂલ્યાંકન કરનાર અને આપણું એ શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય તે માટે માર્ગ બતાવનાર કેઈ હોય તો તીર્થંકર પરમાત્મા છે. આ રીતે અનંત કાળથી અરિહંત પરમાત્માને અને આપણે સંબંધ ચાલતો આવે છે. તે સંબંધનું અજ્ઞાન હોવાને કારણે આપણે હજુ ભવભ્રમણથી પીડાઈ રહ્યા છીએ. વરસાદ પડતા હોય ત્યારે જેનું પાત્ર ઊંધું હોય તેનું પાત્ર ખાલી રહે છે, અને જેનું પાત્ર સીધું હોય તેનું પાત્રપછી તે પાત્ર થાળી જેવડું હોય, વાટકી જેવડું હોય કે સરોવર જેવડું હાય-બધું જ ભરાઈ જાય છે. પ્રભુની કરૂણા તે સર્વત્ર એક ધારી, એક સરખી નિરંતર વરસી રહી છે. તે કરૂણાને જે મનુષ્ય પોતાના હૃદયમાં ઝીલે છે તેને પ્રભુની આ મહા કરૂણાને સક્રિય લાભ મળે છે. આજ સુધી આપણે Non-Receptive Attitude અગ્રહણશીલવૃત્તિવાળા હતા તેવા આપણા હૃદયને ગ્રહણશીલ વૃત્તિવાળું (Receptive Attitude) કેવી રીતે બનાવવું, તે માટે પરમાત્માની કરૂણાને ઝીલવાની દિવ્ય પ્રક્રિયા પ્રયોગ ન. ૧ માં બતાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org