________________
૧૭
મેદાનમાં યુદ્ધ થાય છે. મનમાં ઉત્પન્ન થયેલુ યુદ્ધ Ideal Realityનુ યુદ્ધ છે. રણમેદાનમાં ખેલાતું યુદ્ધ Objective Reality નું યુદ્ધ છે. (ભૌતિકરૂપે પ્રગટ થયેલું સત્ય.)
આપણે દુકાન કે કારખાનું કરવુ હોય ત્યારે દુકાન કે કારખાનું સૌથી પ્રથમ આપણા મનમાં ઉપસ્થિત થાય છે. તે પછી આપણે જગ્યા ખરીદીએ છીએ. તેમાં વેપાર, નફા વગેરે થાય છે. નફા કરતી દુકાન કે કારખાનુ તે (Objective Reality ) ભૌતિકરૂપે પ્રગટ થયેલું સત્ય છે. અને મનમાં ઉપસ્થિત થયેલ દુકાન કે કારખાનુ' તે Ideal Reality) મનેામય ભૂમિકા ઉપરનું સત્ય છે. જો આપણા મનમાં તે દુકાન કે કારખાનુ ન આવ્યુ. હાત તા આપણે કદી દુકાન કે કારખાનાના માલિક બની શકત નહીં.
પ્રસન્નચંદ્ર રાજર્ષિ ધ્યાનમાં ઊભેલા હતા. મહાર કોઈ દુશ્મન સાથે યુદ્ધ ખેલાતું ન હતું. કોઈ શસ્ત્ર પણ ન હતાં, છતાં પ્રસન્નચંદ્ર રાજના મનમાં ખેલાતુ યુદ્ધ તે (Ideal Reality) મનામય ભૂમિકા ઉપરનું સત્ય છે. કારણ તે મનનું યુદ્ધ સાતમી નરક સુધી પહેાંચાડવાને સમર્થ હતુ.. તે યુદ્ધના ભાવમાં પલટો આવતાં, આત્મધ્યાનમાં ચઢતાં તે કેવળજ્ઞાન સુધી પહોંચી શકથા. ચૌદ રાજલાકના બન્ને છેડા સુધી પહેોંચાડવાનું સામર્થ્ય પ્રસન્નચંદ્ર રાષિના મનની અંદર ચાલી રહેલ આવામાં હતુ.
ધ્યા. પ્ર. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org