________________
18
:
માટે મારા ધર્મને કલકિત કરી હું તને એ -હરણ આપી શકે તેમ નથી. ’ રાજાની દયાની લાગણીં જોઇ પારધી વિચારમાં પડ્યો અને છેવટે રાજાને કહ્યું કે રાજન ! એક હરણના રક્ષણની ખાતર એક મનુષ્ય તથા તેના આખા કુટુંબને ભૂખે મરવા દેવું–એ કેવી દયા ? હું આખા દિવસ રખડી મહેનત લઈ થાકી ગયા છું, જેથી એ હરણ ઉપર તમારેા બિલકુલ હક્ક નથી, પણ મારા હક્ક છે. માટે હરણ મને સોંપી દે, નહિં તેા તારા દેખતાં આ ધનુષ્ય ઉપર ચડાવેલ બાણથી જ એ હરણુતે હું વીંધી નાખીશ.' એ રીતે પારધીનું કન સાંભળી રાજા ગંભીર વિચારમાં પડી ગયા. હવે શું કરવું? તે ન સૂઝવાથી ધડીભર તે મુંઝાઇ ગયા. જો કે રાજાની પાસે શÀા તૈયાર હતાં, અને તેથી હિરણુતા બચાવ કરવા ધારે તેા શસ્ત્રના પ્રહારથી શિકારીને મારી હરિને - ચાવી શકે તેમ હતું; પણ રાજાના હૃદયમાં કુલાચાની કે કલ્પનાજન્ય દયાભાવના ન હતી, પરંતુ સાચી દયાભાવના હતી, જેથી રાળને વિચાર થયા —— · મારનારને મારી મરનારના બચાવ કરવા–એ ખરી યા નથી. મારનારની પણ દયા લાવી મરનારને બચાવવું–એજ સાચી દયા છે.' એમ ધારી રિણને ન મારવા પારધીને વિવિધ પ્રકારે ખાધ આપીને રાજાએ સમજાવ્યેા. આ બિચારા પામર જીવને મારવાથી-નિરપરાધીનેા વધ કરવાથી પરમાત્મા નારાજ થશે અને તને મહા પાપ લાગશે. અન્ય જીવને મારી પોતાના વનનુ પાષણ કરવા કરતાં અન્નાહાર વા વનસ્પતિના ખારાથી જીવનનુ પોષણ કરવું તે સર્વોત્તમ છે.’ એ રીતે બહુ પ્રકારે સમજાવ્યા છતાં ક્ષુધાથી વ્યાકુળ થયેલ અને જી ંદગીભર હિંસાના કૃત્યાથી નિષ્ઠુર બનેલ પારધીને રાજાના સક્ષે,ધની અસર થાયજ ક્યાંથી ? છેવટે રાજાએ પારધીને કહ્યું કે જો તું આવિકાના અર્થે જ આ બિચારા નિરપરાધી જીવના ધાત કરતા હાય, તા આજથી તેવું અધમ નૃત્ય તજી દે અને મારી સાથે મારા નગરમાં ચાલ: હું જીંદગીભર તારા કુટુંબતું પોષણ થાય તેટલું અનાજ અને દ્રવ્ય તને આપીશ.' છતાં તે પાપાત્માને રાજાના વચન ઉપર વિશ્વાસ જ કેમ આવે ? અવિશ્વાસી તે પારધીનું મન પાપી હતું. જેથી તેણે રાજાને કહ્યું કે—તું મને તારા નગરમાં લઈ જઇ કુંદાચ મારી નાખે, વા કેદ કરે અથવા ત્યાંથી ધક્કા મારી ક્વાડી મુકે તા મારા ત્યાં શું ઉપાય ચાલે ? એવી મારા મનમાં શંકા રહ્યા કરે છે, જેથી હું તારી સાથે ત્યાં આવી શકું તેમ નથી. ’ પારાધીની શંકાજન્ય વાત સાંભળી રાજાએ કહ્યું કે—‘ મારી સાથે આવતાં તને શંકા આવતી હાય, તેા આ મારા શરીર ઉપર હીરા, માણેક મેાતી ડિત લાખા રૂા. ના હાર, કુંડલ,