________________
નમસ્કાર છે તેમની સાચી સેવાને! હાલમાં કેટલાક દેશનાયકે કહે છે કે એક નરરત્નને ભોગ આપ્યા વિના સમાજ ના દેશને ઉદ્ધાર થતા જ નથી. એ વાત સવશે સત્ય કરે છે. સત્ય તત્વના પ્રકાશરૂપ સંઘપટ્ટક ગ્રંથ સાંભળવાથી તથા આ મહાન નરરત્ન યોગી મહાત્માના આવા અસહ્ય દુઃખદાયક મરણથી તે સભામાંના ઘણું ખરાને પોપગુરૂઓની પાપી પ્રવૃત્તિઓ સમજાઈ ગઈ. અને સન્માર્ગ સન્મુખ થવામાં હજારે મનુષ્યાત્માઓ તૈયાર થયા. પોપગુરૂઓના પાપથી કચરાતો સમાજ બો. પોપગુરૂઓનો લીલા પ્રગટ થઈ, સાચું શું છે? તે જોતાં લકે શીખ્યા, આનું નામ તે માનસિક અનુકંપાદાન! તેવી જ રીતે પોતાની શક્તિ પ્રમાણે પૈસાનો ભોગ આપીને પણ દુઃખી આત્માને દુઃખમુક્ત કર-જેને આર્થિક અનુકંપા કહે છે.
એક રાજા ઘોડા ઉપર બેસી વનમાં ફરવા ગયા હતા. ફરવાના પરિશ્રમથી થાકેલે રાજા વિશ્રાંતિ લેવા માટે એક ઝાડના થડમાં ઘેડાને બાંધી પોતે શીતળ છાયામાં બેઠે બેઠે કુદરતી રચનાનું નિરીક્ષણ કરતો હતો. તેવામાં એક હરણ કે જેની પાછળ શિકારી ધનુષ્યપર બાણ ચડાવી શિકાર કરવા ત્વરાથી દેડતો આવતો હતો. અને તે બાણથી હરણને મારી નાખવાની તૈયારીમાં હતા. તેવામાં રાજની કરૂણામય સૌમ્ય દષ્ટિ જોઈ પોતાના જીવનનો બચાવ કરવા માટે વેગથી દેડી પારધીના ત્રાસથી ભયભીત થયેલું, કંપતું, ધ્રુજતું અને ત્રાસ પામતું તે હરણું શરણુ લેવા રાજાના ચરણમાં પડયું. પોતાની અવ્યક્ત લાગણીથી પોતાનો બચાવ કરવા રાજાને દીનતા જણાવી. એટલે રાજા હરણને સાંત્વન આપી નિર્ભય થવા સૂચવતો હતો, તેવામાં પારધી ત્યાં આવી પહોંચ્યો. રાજાના ચરણમાં પોતાના શિકારને જોઈ શિકારીએ રાજાને કહ્યું કે –મહારાજન! તે હરણ તમારી માલેકીનું નથી, પણ વનમાં ફરતું વિના માલેકીનું છે. બે દિવસ થયાં હું તથા મારું કુટુંબ સુધાથી પીડાય છે, જેથી સુધાનું દુ:ખ ટાળવા ધનુષ્યબાણ લઈને હું શિકાર અર્થે નીકળે. આ હરણ મારી દૃષ્ટિએ પડવાથી હું તેની પાછળ પડ્યો. અત્યારે સાત આઠ કલાક થયા રખડી રખડી સુધા તથા રખડપટીના દુઃખથી હું મરણતુલ્ય થઈ ગયો છું. માટે કૃપા કરી એ હરણ મને સોંપી દ્યો, કે જેના ભક્ષણથી મારી તથા મારા કુટુંબની બે દિવસની જઠર (ક્ષુધા) શાંત કરું. અને સાત આઠ કલાક રખડવાની મહેનતને પણ સફલ કરું.’
આ પ્રમાણે શિકારીનું બોલવું સાંભળીને રાજા બોલ્યો કે હે પારધિ! મારે શરણે આવેલ પ્રાણીનું પ્રાણપતિ પણ રક્ષણ કરવું એ મારો ધર્મ છે. •