________________
સત્યથી પૈસા કમાઈ વરઘોડા તથા ઉજમણા કરવામાં વા શત્રુજય ગિરનાર કે કાશી–મથુરાની યાત્રા કરવા તથા સ કહાડવામાં તેમજ જેન કે રામકૃષ્ણના મંદિર બંધાવવા વિગેરેના કોઈ પણ ધર્મના નામે થતા કાર્યોમાં સેંકડો કે હજાર રૂપિયા ખરચવામાં “ધર્મ થયો વા કલ્યાણ થયું એમ માની બેઠા છે. જેઓ બિચારો ધર્મ થયાનું વા કલ્યાણ થયાનું માની અનંત સંસારની વૃદ્ધિ કરે તેવી સ્થિતિમાં જ અમૂલ્ય મનુષ્યજીવનને વૃથા વ્યય કરતા ગયા છે. હમણાં પણ ઉપધાન, વરઘોડા વિગેરેના ચડાવા તથા બીજી ઘણીખરી પ્રવૃત્તિઓ તેવા સન્માર્ગ ભ્રષ્ટ કુગુરૂઓએ પ્રવર્તાવેલી. પૈસાના વેચાણથી જ ધર્મક્રિયાઓના નામે પ્રવૃત્તિઓ થતી જણાય છે. એક દિવસે ઉપવાસ કરવો અને એક દિવસે ઉંચામાં ઉંચો સ્વાદિષ્ટ ખોરાક ખાઈ ઉપધાન કરવાનું મહાન સૂત્રોમાં છે નહિ. ધર્માચાર્યોના નામે યતિઓના રચેલા ગ્રંથમાં તે વાત હશે. અથવા તે જે સૂત્ર (મહાનિશીથ વિગેરે)ને જુદા જુદા ગચછના આચાર્યોએ પોતે છિન્નભિન્ન કરી તેમાં પોતાનું ઉમેરી દીધું હશે, તેવા સૂત્રોના દાખલા હશે. સૂત્રોમાં કદાચ ઉપધાન શબ્દ હશે, પણ પૈસા ઉત્પન્ન થવાના ધંધા ચલાવવા જેવી પ્રવૃત્તિ તો છેજ નહિ. દાન આપવામાં તો કદાચ પૈસાની જરૂર પડે, પણ તપ, શીલ કે ભાવનામાં પણ પૈસાથી જ ધર્મ સમજાવી દીધો છે. તેમાં પણ જેની જેની જેટલી ભાવના થાય, તેટલા પૈસા ખરચવાનું ભાગ્યેજ બને, એ તો પોપગુરૂઓએ તથા તેના ધમધ ભક્તોએ “અમુક તપમાં આટલા રૂ. અને અમુક પૂજામાં આટલા રૂા. આપવા”એ જે જે કાયદે બાંગે હેય, તેજ પ્રમાણે આપે ત્યારે ચાલે, નહિં તો તેને નાતજાતના કોઈ પ્રસંગને લઈ તે બિચારાને અટકાવી હેરાન કરે. આ સંબંધમાં હજારે દાખલા તથા પુરાવા મારી પાસે મોજુદ છે. અમુક પન્યાસે ઉપધાનમાં અટકાવેલ છે, અમુક ગામના નામધારી સંઘે નવકારશી તથા પૂજા અટકાવી છે, અમુક પન્યાસ તથા સાધુએ પિતાની ઇચ્છા મુજબ ન થવાથી તથા ઈચ્છા મુજબ કર ન ભરવાથી તેની ધર્મક્રિયા અટકાવી છે. એવા અનેક દાખલાઓ તથા પુરાવા મોજુદ છે. ધર્મક્રિયા તે વેચાણથી પૈસાના ગુલામીપણાને પામી. પરંતુ આચાર્ય, ઉપાધ્યાય કે પન્યાસની પદવીઓ પણ ગુલામીપણાને પામ્યાના દાખલા મોજુદ છે. પૈસાથી જ જ્યારે પદવીઓ અપાય, ત્યારે તે પૈસાના ગુલામ બનેલા પદવીધ સમાજનું સત્યાનાશ વાળે તેમાં શું નવાઇ? અમુક સાધુએ બીજાને પન્યાસપદવી આપવા માટે રૂા. દશહજારની માગણી (જ્ઞાનભંડારમાં લેવા માટે) કરી હતી. પન્યાસપદવી લેનારે રૂા. સાત હજાર આપવા કહ્યું. જ્યારે સારું બેસતું ન