________________
પ્રાવોધ-વિવેચન ભાગ-૧
મૈત્રીભાવ ભાવનાર માનવી મહાન છે. ૧
અર્થ :– સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ ભાવનાર માનવી મહાન છે. પણ જીવો પ્રત્યે જેને વૈરભાવ છે તેને મૈત્રીભાવમાં કેવું સુખ રહેલું છે, તેનો તે અજાણ છે. સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ એટલે પ્રેમભાવ રાખનાર મનુષ્ય જગતમાં મહાન એવી મોક્ષપદવીને પામે છે. ।।૧।।
૪૨
સ્વસુખની સ્પૃહા થરી, અનેક યત્ન આદરી,
દુઃખ દૂર થાય તેમ આચરે સુજાણ જે. મૈત્રી૨
અર્થ :— જેને પોતાના આત્માને સુખી કરવાની ઇચ્છા છે, તે તો અનેક પ્રકારે પ્રયત્ન કરીને પણ બીજાનું દુઃખ દૂર થાય અથવા બીજાને મારા વતી દુઃખ ન થાય તેમજ આચરે છે. તે જ સુજાણ એટલે સમ્યક્ રીતે સુખના માર્ગનો જાણનાર છે. ।।૨।।
સગાઈ સર્વ જીવથી ઘરી અનેક રીતથી,
ભવો અનેક ઘારી, જો વિચારી સૌ સમાન છે. મૈત્રી૩
અર્થ :— જગતમાં રહેલ સર્વ જીવો સાથે મારે પુત્રપણે, પિતાપણે, સ્ત્રીપણે, ભાઈપણે વગેરે અનેક રીતથી અનેક ભવોમાં સગાઓ થઈ ચૂકી છે. જો આવો વિચાર કરવામાં આવે તો સર્વ પ્રાણીઓ માટે મન સમાન છે, કેમકે સર્વ જીવો સાથે મારે અનેકવાર સંબંધો થઈ ચૂક્યાં છે. તેથી સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખવો એ જ મારે યોગ્ય છે. ||૩||
માત તાત કો થયા, સુપુત્ર મિત્ર કો કહ્યા, પ્યારી નારી મૃત્યુ પામી પશુ બને પ્રમાણ એ. મૈત્રી૦૪
અર્થ :– કોઈ જીવો માતા થયા કે કોઈ પિતારૂપે થયા, કોઈ પુત્રરૂપે અવતર્યા તો કોઈ મિત્રરૂપે થયા. તેમ પોતાની પ્રિય ગણાતી સ્ત્રી પણ મરીને પશુપણે અવતરે છે. તો મારે હવે કોના પ્રત્યે વૈરભાવ રાખવો. અનેક દૃષ્ટાંતોથી પણ આ વાત પ્રમાણભૂત થાય છે. માટે સર્વ જીવો પ્રત્યે મને મૈત્રીભાવ જ હો, પણ વૈરભાવ કદી ન હો. ।।૪।।
ક્રુર ભાવ કેમ થાય? પ્રેમ સર્વશું ઘરાય,
કુટુંબ તુલ્ય વિશ્વ થાય આત્મદૃષ્ટિવાનને. મૈત્રીપ
અર્થ :– કોઈ પણ જીવો પ્રત્યે ક્રુરભાવ કેમ કરાય. સર્વ સાથે પ્રેમભાવ જ રખાય એવો ભાવ આત્મદૃષ્ટિવાનને હોય છે. કેમકે તેને મન તો આખું વિશ્વ કુટુંબ તુલ્ય છે. પા ત્રિવિધ તાપમાં મુઝાય જીવ સૌ સંસારમાંય, સંત કલ્પદ્રુમાંય શરણ શીતલ માન એ. મૈત્રીૐ
અર્થ :— સંસારમાં રહેલા સૌ પ્રાણીઓ આધિ, વ્યાધિ અને ઉપાઘિમય ત્રિવિધ તાપથી સદા મુંઝાય છે. તે સર્વ જીવો પ્રત્યે સદૈવ મૈત્રીભાવ રાખનાર એવા સંત પુરુષોનું શરણ જ કલ્પદ્રુમની શીતલ છાયા સમાન સુખરૂપ છે, એમ તું માન. સર્વ જીવો પ્રત્યે નિર્વૈર બુદ્ધિ રાખનાર અર્થાત્ સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ ભાવનાર માનવી જગતમાં મહાન છે. III
‘મૈત્રી – સર્વ જગતના જીવ ભણી નિર્વૈર બુદ્ધિ...' શ્રીમદ્ રાજચંદ્ર