________________
૨ ૩૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
એક વખત દીક્ષાવને પ્રભુ ઊભા બન શાંત;
જ્યોતિષી સંવર કમઠર્જીવ જાય ગગન એકાંત. ૨૫ અર્થ :- એક વખત, જ્યાં દીક્ષા લીધી હતી તે જ વનમાં શાંત બનીને પ્રભુ ધ્યાનમાં ઊભા છે. ત્યાં કમઠનો જીવ જે સંવર નામે જ્યોતિષી દેવ થયો છે તે એકલો આકાશમાં થઈને જાય છે. પપાા
વિમાન પ્રભુ પર ખળી રહે નભમાં છત્ર સમાન;
અવધિજ્ઞાને દેવને થયું વેરનું ભાન. ૫૬ અર્થ :- સંવરદેવનું વિમાન પ્રભુ ઉપર આવતા છત્ર સમાન થઈને અટકી ગયું. ત્યારે અવધિજ્ઞાનથી જાણતાં તે દેવને પ્રભુ સાથે પોતાના પૂર્વભવના વેરનું સ્મરણ થયું. /પકા
ક્રોઘ કરી વર્ષાવતો વર્ષા મુશળઘાર,
પ્રબળ વાયુ ફૂંકી કરે જળથળ એકાકાર. ૫૭ અર્થ :- તેથી હવે ક્રોઘ કરીને પ્રભુ ઉપર તે મુશળધાર વરસાદ વર્ષાવવા લાગ્યો. માયાના બળે પ્રબળ વાયુ ફેંકીને જળ અને થળ એકાકાર ભાસે, સર્વત્ર પાણી જ દેખાય એમ કરવા લાગ્યો. //પણા
ઘર કરાળ વૈક્રિયરૃપ બન નિર્દય દે ત્રાસ;
અડોલ પ્રભુ ઊભા રહ્યા, ઉપસર્ગો સહીં ખાસ. ૫૮ અર્થ :- વૈક્રિય લબ્ધિવડે ભયંકર વિકરાળ રૂપ ઘારણ કરીને નિર્દય બની તે પ્રભુને ત્રાસ આપવા લાગ્યો. પણ પ્રભુ તો ઉપસર્ગોને સહન કરતાં અડોલપણે ત્યાં જ ઊભા રહ્યાં. પ૮
રત્નદીપની જ્યોતિ ના હાલે પવને જેમ,
ચિત્ત અચલ પ્રભુનું રહ્યું આપત્તિમાં તેમ. ૫૯ અર્થ:- રત્નદીપકની જ્યોતિ કદી પવન વડે ચલાયમાન થાય નહીં, તેમ આપત્તિમાં પણ પ્રભુનું ચિત્ત સ્થિરતાને ભજે છે. પલા
મેરુગિરિ ડોલે નહીં પ્રલય-પવનમાં જેમ,
પાર્શ્વપ્રભુનો દેહ પણ હાલ્યો અલ્પ ન એમ. ૬૦ અર્થ – પ્રલયકાળનો પવન ફૂંકાય ત્યારે પણ મેરુપર્વત ડોલાયમાન થાય નહીં. તેમ પાર્થપ્રભુનો દેહ પણ કિંચિત્માત્ર હાલ્યો નહીં. ૬૦ના
વિશ્વપૂજ્ય જિનચંદ્ર પર શૂળ નાખે એ દેવ,
નિજ શિર પર આવી પડે, થિક દુર્જન કુટેવ. ૬૧ અર્થ :- વિશ્વપૂજ્ય તથા જિનોમાં ચંદ્રમા સમાન એવા પ્રભુ ઉપર તે દેવ ધૂળ નાખે પણ તે જ પોતાના શિર ઉપર આવીને પડે છે. દુર્જનની આવી કુટેવને સદા ધિક્કાર છે. ૬૧.
પ્રભું થકવવા પાર્ટીની રેલ ચઢાવી તુર્ત,
કટિ-કંઠ-પૅર પૅર ચઢ્યું ચહે મારવા ઘૂર્ત. ૬૨ અર્થ - પ્રભુને થકવવા માટે તેણે વેગમાં પાણીની રેલ ચઢાવી. કટિ એટલે કમર સુઘી તથા