________________
(૪૩) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૨
૪૯૫
ચિત્રકૂટ પર પરિજન સાંજે રામ-સીતાની શોઘ કરે, ખેદભિન્ન ચિત્તે ફરતાં દૂર રામ મળ્યાથી હર્ષ ઘરે; વ્યાકુળ બની પરિજનને પૂછેઃ “સાથે સીતા કેમ નથી?”
કહે સેવકો, “છાયા સમ સીતાજી દૂર હશે ન અતિ.” ૩૯ સીતાને રાવણ હરી ગયા પછી શ્રીરામ લક્ષ્મણ વગેરેને કેમ જાણ થાય છે તે જણાવે છે :
અર્થ - ચિત્રકૂટ વનમાં સાંજે કુટુંબીજનો રામ-સીતાની શોઘ કરે છે પણ તે મળતા નથી. ખેદ ખિન્ન ચિત્તે ફરતા જ્યારે શ્રીરામ વનમાં દૂર પણ મળી ગયા ત્યારે સર્વેને હર્ષ થયો. તે સમયે શ્રી રામે વ્યાકુળ બનીને કુટુંબીજનોને પૂછ્યું કે તમારી સાથે સીતા કેમ નથી? ત્યારે સેવકો કહેવા લાગ્યા : છાયાની સમાન આપની સાથે રહેનારાં સીતાજી અતિ દૂર નહીં હોય, અહીં જ હશે. ૩૯
સર્વે શોધે ત્વરા કરી ત્યાં વાંસ ઉપરથી વસ્ત્ર જડે, રામ સમીપ આપ્યું, તે દેખી સર્વ અશુભ-શંકાએ ચડે; રામ કહે લક્ષ્મણને માયા-મૃગની વાત કપટકારી,
ત્યાં તો દૂત ઉતાવળથી આવી દે પત્ર વિનય ઘારી. ૪૦ અર્થ - હવે સર્વે સીતાજીને શોઘવા માટે ઉતાવળ કરી ત્યારે વાંસ ઉપરથી એક વસ્ત્ર મળી આવ્યું. તેને શ્રીરામ પાસે આપ્યું. તે દેખીને સર્વ અશુભ શંકાઓ કરવા લાગ્યા.
શ્રીરામ હવે લક્ષ્મણને માયામય મૃગની બઘી કપટભરી વાત કહેવા લાગ્યા. ત્યાં તો ઉતાવળથી એક દૂતે આવીને વિનયપૂર્વક એક પત્ર હાથમાં આપ્યો. ૪૦ના
વળી કહે : હે! દેવ, પિતાએ દીઠું સ્વપ્ન અશુભ આજેરાહુ રોહિણી હરણ કરીને ગગનાંતર જઈને ગાજે; ચંદ્ર ભમે નભ વિષે એકલો શોકાતુર બની અહીંતહીં',
જાગી પુરોહિતને પૂછે : ફળ સ્વપ્ન તણું શું શાસ્ત્ર મહીં? ૪૧ અર્થ - વળી તે દૂત કહેવા લાગ્યો : હે દેવ આપના પિતાશ્રી દશરથ મહારાજે આજે એક અશુભ સ્વપ્ન જોયું. તેમાં રાહ, રોહિણીને હરણ કરીને દુર આકાશમાં લઈ જઈ ત્યાં ગાજવા લાગ્યો. અને ચંદ્ર એકલો શોકાતુર બનીને અહીં તહીં આકાશમાં ભમવા લાગ્યો. મહારાજે જાગી ગયા પછી તુરંત પુરોહિતને પૂછ્યું કે આ સ્વપ્નનું શાસ્ત્રમાં ફળ શું કહ્યું છે તે કહો. ||૪૧ાા
કહે પુરોહિત : “માયાચારી રાવણ સીતા હરી ગયો, સીતા-વિરહ વને એકલા ભમે રામ’ સુણી શોક થયો. દશરથરાયે કર્યો રવાના તુર્ત મને આ પત્ર દઈ,”
માહિતી આ મળતાં ચિંતા સીતાની વળી વળી ગઈ. ૪૨ અર્થ :- પુરોહિત કહેવા લાગ્યા કે રાહુ જેવો માયાચારી રાવણ રોહિણી જેવી સીતાને હરી ગયો છે. અને સીતાના વિરહે ચંદ્ર જેવા રામચંદ્ર એકલા વનમાં ભમી રહ્યાં છે. આ વૃત્તાંત સાંભળીને મહારાજ શોકિત થઈ ગયા. જેથી મહારાજ દશરથે આ પત્ર દઈને મને અહીં તર્ત રવાના કર્યો છે. આ માહિતી