Book Title: Pragnav Bodh Part 01 Full Book
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 572
________________ ૫૪૪ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ દોષ થયેલો ઢાંકવા રે દોષ કરું ન નવીન, પ્રાયશ્ચિત્તથી ટાળવો રૅનિશ્ચય એ સમીચીન. પરમગુરુ અર્થ :— માયા કપટથી થયેલા દોષોને ઢાંકવા માટે નવા દોષો કરું નહીં. પણ થયેલા દોષોને પ્રાયશ્ચિત્ત કરી હવે ટાળું. એવો મનમાં નિશ્ચય કરવો એ સમીચીન એટલે યોગ્ય નિર્ણય છે. ૨૦ દોષ કરી તે ઢાંકતા રે ઢાંક્યો ન રહે નિત, પ્રગટ થતાં લજ્જા પીડે રે, ખોઈશ હું પ્રતીત. ૫૨મગુરુ અર્થ :– દોષો કરીને હું ઢાંક ઢાંક કરીશ પણ તે સદા ઢાંક્યા રહેવાના નથી. તે દોષો પ્રગટ થતાં હું લજ્જા વડે પીડિત થઈશ અને મારા પ્રત્યે લોકોને જે વિશ્વાસ છે તેને પણ હું ખોઈ બેસીશ. ।।૨૧।। ભલે મને સૌ છેતરે રે, નિર્ભય નિત્ય રહીશ; કોઈ સમર્થ નથી જગે રે હરવા કર્મ, ગણીશ. પરમગુરુ અર્થ :– ભલે મને માયા કરીને સૌ છેતરે, તો પણ હું તો નિત્ય નિર્ભય રહીશ. કારણ કે ભગવાનના સિદ્ધાંત પ્રમાણે મારા શુભ કે અશુભ કર્મને હ૨વા જગતમાં કોઈ સમર્થ નથી; તે તો મારા કર્મ પ્રમાણે થવાનું છે, એમ માનીશ. ।।૨૨। ઠગ પોતે જ ઠગાય છે રે, છૂટે મારાં કર્મ, સત્સાઘન હું ના ચૂકું રે એ જ સમજનો મર્મ, પરમગુરુ અર્થ : :– મને ઠગનાર પોતાના માયાકપટના ભાવોથી પોતે ઠગાય છે. હું સમતાએ તે કર્મોને ભોગવી લઉં તો મારા કર્મો છૂટી જાય. મને જે આત્મસાધન મળ્યું છે, તે હું ચૂકું નહીં, એ જ મારે તો સાચવવું છે. અને એ જ પ્રાપ્ત થયેલ સાચી સમજણનું રહસ્ય છે. ।।૨૩।। લોક કહે ‘ભોળો’ મને રે, ‘નામર્દ', ‘બુદ્ધિહીન’, માયામાં મતિ ના ઘરું રે, સહી લઉં સ્વાધીન. પરમગુરુ : અર્થ :— લોકો ભલે મને ‘ભોળો', ‘નામર્દ', કે 'બુદ્ધિહીન' કહે પણ હું માયા કપટ કરવામાં બુદ્ધિને લગાવું નહીં. પણ જે વચનો મારા માટે લોકો કહેશે તેને હું સ્વાધીનપણે સહન કરી લઈશ એમાં જ મારું કલ્યાણ છે. સુંદરશેઠનું દૃષ્ટાંત :– એક ગામમાં સુંદર નામનો શેઠ ઘણો દાતાર હતો. જેમ વરસાદને લોકો ઇચ્છે પણ જળને ભેગું કરનાર એવા સમુદ્રને નહીં. તેમ તે દાતાર શેઠ પ્રજાને પ્રિય હતા. છતાં એક બ્રાહ્મણી તેની નિંદા કરતી ફરે કે જે પરદેશીઓ આવે તે આ શેઠને ધર્મો જાણી તેને ઘે૨ દ્રવ્ય છે; અને પરદેશમાં જઈ મૃત્યુ પામે ત્યારે આ શેઠ તે દ્રવ્યને પચાવી પાડી તેનાથી દાન આપે છે. આવી નિંદા કરતાં છતાં ભદ્રિક પરિણામી એવા તે શેઠે, એ વાતને ગણકાર્યા વિના દાન આપવાનું બંધ કર્યું નહીં. ।।૨૪। બાળપણે પરવશ સહ્યા રે ‘નાદાન’ આદિ બોલ, પશુપો ગાળો સુન્ની રે માર સહ્યા અણતોલ, પરમગુરુ અર્થ :– બાળવયમાં, તું તો નાદાન છે એટલે સમજ વગરનો છે, મૂર્ખ છે એવા અનેક બોલો પરવશપણે સહન કર્યા છે. જ્યારે હું પશુના ભવમાં હતો ત્યારે પણ અનેક ગાળો સાંભળી છે અને

Loading...

Page Navigation
1 ... 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590