Book Title: Pragnav Bodh Part 01 Full Book
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 573
________________ (૪૮) સરળપણું ૫૪ ૫ અણતોલ એટલે માપ વગરના માર સહન કર્યા છે જ્યારે હવે તો હું મનુષ્ય થયો છું. રપાા નરભવમાં સમજી સહું રે સરળતાનાં આળ, ખટકો મનમાં ના ઘરું રે જવા દઉં જંજાળ. પરમગુરુ, અર્થ :- આ મનુષ્યભવમાં હવે સરળપણાના કારણે કોઈ આળ આપે તો તેને સમજણપૂર્વક સહન કરું; પણ મનમાં તેનો ખટકો રાખું નહીં અને એવી માયાકપટવાળી જંજાળને હવે જવા દઉં; કેમકે મારે હવે સંસાર વઘારનાર રાગદ્વેષના ભાવોથી છૂટવું છે. રાા શૂરવીરને શોભે નહીં રે માયારૃપ હથિયાર, કર્મ અરિને જીતવા રે થયો હવે તૈયાર. પરમગુરુ, અર્થ :- મુક્તિ મેળવવા માટે શૂરવીર થનારને એવું માયાકપટરૂપ હથિયાર શોભે નહીં. હું તો હવે કર્મરૂપી શત્રુઓને જીતવા માટે તૈયાર થયો છું. સાગરચંદ્રનું દ્રષ્ટાંત - શેઠપુત્ર સાગરચંદ્ર અને અશોકદત્તને મિત્રતા હતી. સાગરચંદ્ર સરળ પરિણામી ભદ્રિક હતો, જ્યારે અશોકદત્ત માયા કપટયુક્ત હતો. એકવાર સાગરદત્ત શેઠની પત્ની પ્રિયદર્શનાને એકાંતમાં અશોકદરે માયાકપટવડે પોતાનો મલિન અભિપ્રાય જણાવ્યો. તે સાંભળી સતી એવી પ્રિયદર્શનાએ તેને ધિક્કાર આપી દૂર કર્યો. કાળાંતરે સાગરચંદ્ર અને પ્રિયદર્શના આયુષ્ય પૂરું કરી યુગલિક થયા. અને માયાકપટરૂપ હથિયારવાળો એવો અશોકદત્ત મરીને હાથી થયો. તે માયાકપટના ફળમાં પશુ અવતાર પામ્યો. રશા. નિર્દોષ મુજને સો ગણે રે બકરી જેવો હાલ, મરણ સુઘી તેવો જ રહું રે; લડવામાં શો માલ? પરમગુરુ, અર્થ :- સૌ મને સરળ સ્વભાવના કારણે બકરી જેવો નિર્દોષ ગણે છે. તો મરણ સુધી તેવો જ રહું. માયાકપટ કરીને કોઈની સાથે લડવામાં શો માલ છે? પારા . કોઈ કહેઃ “ડસવું નહીં રે, ફૂંફાડે શો દોષ? ભડકીને ભાગી જશે રે કરો ઉપરથી રોષ.”પરમગુરુવ અર્થ - કોઈ એમ કહે છે કે સાપની જેમ ડસવું નહીં. પણ ફૂંફાડો કરવામાં શો દોષ છે? ઉપર ઉપરથી પણ રોષ કરીને માયાવડે પોતાનો પરચો બતાવવો જોઈએ, તો ભડકીને બથા ભાગી જશે, અને તને બાઘા પહોંચાડી શકશે નહીં. રા. મારું ઘન મારી કને રે ઠગી શકે નહિ કોય; તે ચૂકી પરમાં પડું રે ત્યારે ડૉળ જ હોય. પરમગુરુ, અર્થ - મારું પુણ્યરૂપી ઘન મારી પાસે છે. તે કોઈ મને ઠગીને લઈ શકે એમ નથી. તે પુણ્ય વઘારવાના ભગવદ્ભક્તિ આદિ શુભકામોને ચૂકી, જો હું માયાકપટ વડે પરવસ્તુ મેળવવામાં પડું, તો બધું મારું જીવન ડહોળાઈ જાય અને સત્યને પામી શકે નહીં. ૩૦ગા. પરને મારું માનતાં રે ચિંતાનો નહિ પાર, તેમ છતાં સંયોગનો રે નક્કી વિયોગ થનાર. પરમગુરુ

Loading...

Page Navigation
1 ... 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590