________________
(૫૦) બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું
૫ ૫૩
(૫૦) બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું (પામશું, પામશું, પામશું રે કેવળજ્ઞાન હવે પામશું એ રાગ)
લાગશે, લાગશે, લાગશે રે પરબ્રહ્મપદે લય લાગશે-ટેક બ્રહ્મનિષ્ટ ગુરુ રાજ-પ્રતાપે અનાદિનો ભ્રમ ભાગશે રે, પરબ્રહ્મક
આત્મજ્ઞાની લઘુરાજે જણાવ્યા રાજગુણે જીંવ જાગશે રે. પરબ્રહ્મ અર્થ - પરમકૃપાળુદેવની કૃપાથી પરબ્રહ્મપદે એટલે પરમાત્માપદમાં જરૂર લય લાગશે, લાગશે અને લાગશે, એવો દ્રઢ નિશ્ચય પૂ.શ્રી બ્રહ્મચારીજીના હૃદયમાં સ્કુરાયમાન જણાય છે.
બ્રહ્મ એટલે આત્મા, એવા આત્માની નિષ્ઠા એટલે દ્રઢ શ્રદ્ધા છે જેને એવા ક્ષાયિક સમ્યદ્રષ્ટિ રાજચંદ્ર પ્રભુના પ્રતાપે, સંસારી જીવોનો અનાદિકાળનો આત્મભ્રાંતિરૂપ ભ્રમ અથવા ઇન્દ્રિયોમાં સુખ છે એવો ભ્રમ નાશ પામશે. તથા આત્મજ્ઞાનને પામેલા એવા શ્રી લઘુરાજસ્વામીએ જણાવેલ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ગુણે અથવા બોઘવડે આ જીવ જરૂર મોહનદ્રામાંથી જાગૃત થશે. /૧
બ્રહ્મજ્ઞાનીની ભક્તિ કર્યાથી બ્રહ્મચર્ય-રુચિ વાઘશે રે, પરબ્રહ્મ
આત્મા જ બ્રહ્મસ્વરૂપે ગવાયો, ઇન્દ્રિયજયથી લાઘશે રે. પરબ્રહ્મ અર્થ - બ્રહ્મ એટલે આત્મા જેને પ્રગટ છે એવા બ્રહ્મસ્વરૂપ પરમકૃપાળુદેવની ભક્તિ કર્યાથી જીવોમાં બ્રહ્મચર્ય એટલે આત્મામાં રમણતા કરવાની રુચિ વઘશે. મૂળ સ્વરૂપે જોતાં શુદ્ધ આત્મા જ બ્રહ્મ સ્વરૂપે ગવાયો છે. તેની પ્રાપ્તિ પાંચ ઇન્દ્રિયોનો જય કરવાથી થશે. રા.
અનાદિકાળથી સ્પર્શ-ઇન્દ્રિયનો અભ્યાસ આડો આવશે રે, પરબ્રહ્મ
ક્રમે ક્રમે પુરુષાર્થ કરે તે પરાક્રમી જન ફાવશે રે. પરબ્રહ્મ અર્થ – અનાદિકાળથી જીવની સાથે આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાઓ લાગેલી છે. તેથી સ્પર્શ ઇન્દ્રિયનો અનાદિકાળનો અભ્યાસ જીવને ઇન્દ્રિય જય કરવામાં આડો આવશે. પણ ક્રમપૂર્વક જે અભ્યાસ કરશે તે પરાક્રમી પુરુષ ઇન્દ્રિય જય કરવામાં ફાવી જશે.
સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે. સર્વ જ્ઞાની પુરુષે કામનું જીતવું તે અત્યંત દુષ્કર કહ્યું છે, તે સાવ સિદ્ધ છે; અને જેમ જેમ જ્ઞાનીના વચનનું અવગાહન થાય છે, તેમ તેમ કંઈક કંઈક કરી પાછો હઠતાં અનુક્રમે જીવનું વીર્ય બળવાન થઈ કામનું સામર્થ્ય જીવથી નાશ કરાય છે; કામનું સ્વરૂપ જ જ્ઞાનીપુરુષનાં વચન સાંભળી જીવે જાણ્યું નથી; અને જો જાણ્યું હોત તો તેને વિષે સાવ નીરસતા થઈ હોત.” (વ.પૃ.૪૧૩) માયા
સગુરુ-સેવાથી જાગે જિજ્ઞાસા, સદ્ગુરુ બોઘ રેલાવશે રે, પરબ્રહ્મ
સાચી મુમુક્ષતા સદ્ગુરુ-બોઘે જીવ જ્યારે પ્રગટાવશે રે. પરબ્રહ્મ અર્થ - પરમકૃપાળુ સરુ ભગવંતની આજ્ઞા ઉઠાવવાથી બ્રહ્મચર્ય પાળવાની સાચી જિજ્ઞાસા જાગૃત થશે. પછી સદગુરુનો બોધ તેના હૃદયમાં રેલાશે અર્થાત પરિણામ પામવા લાગશે.