Book Title: Pragnav Bodh Part 01 Full Book
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 580
________________ ૫ ૫૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અઢાર દેશમાં અમારી પડતું વગડાવ્યો એવા કુમારપાળરાજાની શ્રી હેમચંદ્રાચાર્યે પ્રશંસા કરી તો પણ નીચું મોઢું રાખી શ્રવણ કર્યું પણ કાંઈ બોલ્યા નહીં. “પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે; બીજી રીતે નહીં.” (વ.પૃ.૩૦૭) તેમ શ્રી ગુરુ કઠોર વચને શિક્ષા દે તો પણ બોલે નહીં પણ તેવો લાભ ફરી ફરી ઇચ્છે કે જેથી દોષો દૂર થઈ આત્મા શુદ્ધ થાય. આરતા બાલ-ગોપાલની હાંસી સહે નિરભિમાન જે, પ્રસન્ન વદને સૌને સંતોષે રહી શાંત તે. ૨૯ અર્થ - બાલ-ગોપાલ અજ્ઞાનતા વડે એવા નિરભિમાની સજ્જન પુરુષની હાંસી કરે તો પણ સહન કરે. અને વળી પ્રસન્ન મુખ રાખી પોતે શાંત રહી, બીજાને પણ સંતોષ પમાડે. રિલા સમ્યકત્વની નિશાની એ : ઉરે નિર્મદતા રહે આત્મલાભ સદા દેખે, માનપૂજા નહીં ચહે. ૩૦ અર્થ :- સમ્યકત્વની નિશાની છે કે જેના હૃદયમાં અહંકાર હોય નહીં, તથા જે હમેશાં આત્મલાભ માટે પ્રયત્નશીલ હોય, તેમજ માનપૂજાને પણ હૃદયથી ઇચ્છ નહીં; તે જ સાચા આરાધક જાણવા. //૩૦ના વિના વાંકે વસે વાંક કોઈના ઉરમાં જરી, તોય માઠું લગાડે ના, વિનયે વશ લે કરી. ૩૧ અર્થ - કોઈના હૃદયમાં વિના વાંકે નિરભિમાની જીવનો વાંક વસી જાય, તો પણ તે મોટું બગાડે નહીં. પણ વિનયવડે તેમના અંતઃકરણને વશ કરી શાંતિ પમાડે; એવો વિનયગુણ મહાન છે. ‘વનો (વિનય) વેરીને પણ વશ કરે” એમ પ.પૂ.પ્રભુશ્રીજી ઉપદેશામૃતમાં જણાવે છે. ૩૧ાા માઠા બોલો ગણો મીઠા “ગાળ ઘીની જ નાળ” જો, સ્વાર્થ કે હાલ જાણીને આત્માથે એ જ પાળજો. ૩૨ અર્થ – કોઈ માઠા એટલે કડવા વચન કહે તેને પણ મીઠા ગણો અને કોઈ ગાળ આપે તો તેને ઘીની નાળ સમાન જાણો. તેમાં આત્માનો સ્વાર્થ એટલે સ્વ-અર્થ અર્થાત્ સ્વ એટલે પોતાના આત્માનું અર્થ એટલે પ્રયોજન સિદ્ધ થતું જાણીને, કે હાલ એટલે પોતાના આત્માનું હિત જાણીને, આત્માર્થે નિર્ભિમાનતાને કે વિનયગુણને અથવા નમ્રતાને કે લઘુતાને જ પાળજો કે જેથી તમારા આત્માની સિદ્ધદશા તમને પ્રાપ્ત થાય. ૩રા મોક્ષપ્રાપ્તિ અર્થે જેમ સરળપણું કે નિર્ભિમાની ગુણની જરૂર છે, તેમ બ્રહ્મચર્યના સર્વોત્કૃષ્ટપણાની પણ તેટલી જ આવશ્યકતા છે. એ વડે શુદ્ધ આત્મસ્વરૂપમાં રમણતા કરી શકાય છે. કૃપાળુદેવ કહે : “યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાઘન છે, અસત્સંગએ મોટું વિઘ્ન છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૯૨)

Loading...

Page Navigation
1 ... 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590