Book Title: Pragnav Bodh Part 01 Full Book
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 579
________________ (૪૯) નિરભિમાનપણું ૫૫૧ અર્થ :— જે જે વસ્તુનું જીવને માહાત્મ્ય છે કે જે વસ્તુની વાસના એટલે મોહમૂર્છા હૃદયમાં રહેલ છે, તે તે વસ્તુવડે જીવને માન ઊપજે છે. જેમકે ઘન, રૂપ, બળ, ઐશ્વર્ય, જ્ઞાન, સત્તા, જાતિ કે કુળ આદિ કોઈ પણ વસ્તુનું જીવને માહાત્મ્ય હોય તો તે પ્રત્યે અભિમાન ઉદ્ભવે છે. તે અભિમાનના કારણે પરભવમાં તે તે વસ્તુની પ્રાપ્તિ થતી નથી. ।।૨૬। અપૂર્વ માન-પર્વતે ચઢી અડૈ મસ્તકે, પામે અઘોગતિ પ્રાણી; રક્ષા કોણ કરી શકે? ૨૪ અર્થ :— અપૂર્વ એટલે વિશેષ માનરૂપી પર્વત ઉપર ચઢીને અક્કડ મસ્તક રાખી જો સત્પુરુષના - ચરણમાં નમે નહીં તો તે જીવ અધોગતિ પામે છે. એવા અભિમાની જીવની રક્ષા કોણ કરી શકે? ।।૨૪।। * નિરભિમાનીમાં વાસો સર્વે ગુણો તણો ગણો, કલાઓ ચંદ્રમાં જેમ; તે પામે પ્રેમ સૌ તણો. ૨૫ અર્થ ઃ— જે નિરભિમાની કે વિનયવાન છે તેમાં સર્વ ગુણો આવીને વસે છે. જેમ પૂર્ણિમાના ચંદ્રની કલાઓ સૌને પ્રેમ ઉપજાવે છે, તેમ લઘુતા ધારણ કરનાર એવો નિરભિમાની સજ્જન પુરુષ સૌનો પ્રેમ પાત્ર થાય છે. ૨૫ા પ્રીતિપાત્ર બને સૌનું પશુ વિનીત હોય જો; શોભા સર્વોપરી પામો વિનયે ઉર જો સજો. ૨૬ અર્થ :— હાથી, ઘોડા આદિ પશુઓ પણ જો વિનયવાળા હોય તો તે પણ સૌના પ્રીતિપાત્ર બને છે. તેમ વિનયવડે જો તમારા હૃદયમાં લઘુતા કે નમ્રતાને ઘારણ કરશો તો તમે પણ સર્વોપરી શોભાને પામશો. પુષ્પચૂલા સાધ્વીનું દૃષ્ટાંત :– દુષ્કાળ પડવાથી બીજા સાધુઓ દક્ષિણ તરફ ગયા અને અહીં પુષ્પચૂલા સાધ્વીને કેવળજ્ઞાન પ્રગટ્યું. તો પણ પોતાના છદ્મસ્થ રહેલા ગુરુ એવા અ૨ણીકાપુત્ર આચાર્યને આહારપાણી લાવી આપવાનું બંધ કર્યું નહીં. “ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન.’’ (વ.પૃ.૫૩૫) એમ ભગવાન પણ શ્રી ગુરુનો વિનય કરે છે. એવો વિનયમાર્ગ ભગવાને પ્રરુપ્યો છે. ।।૨૬।। નિરભિમાનીની ચાલ, વાણી, વેશ અનુન્દ્રત; સ્વગુણોને ન દર્શાવે અન્ય-ગુણે રહે ૨ત. ૨૭ અર્થ ઃ— નિરભિમાની જીવની ચાલ ધીમી અને ગંભીર હોય, વાણી હિત, મિત અને પ્રિય હોય અને વેષ ઉદ્ધૃત ન હોય, પણ સાદો હોય. તે પોતાના ગુણોને દર્શાવે નહીં, પણ બીજાના ગુણો જોઈને કે ગાઈને આનંદ માને. ।।૨૭।। ગુરુ જો ગુણ દર્શાવે તોયે ફુલાય ના જરી; કઠોર વચને શિક્ષા દે તો લાભ ચહે ફરી. ૨૮ અર્થ – આવા નિરભિમાની જીવના ગુણોની શ્રીગુરુ પણ પ્રશંસા કરે તો પણ જરાય ફુલાય નહીં.

Loading...

Page Navigation
1 ... 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590