________________
થશે નહીં. ૧૩/
(૫૦) બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું
નારી-કટાક્ષે ઉર વીંધાતા પ્રભુ-પ્રીતિ પણ ભાગશે રે, પરબ્રમ સ્ત્રી-સ્નેહનો ઉરે ડાઘ પડ્યો તો કોણ પછી ધોઈ નાખશે રે? પ૨ાહા
અર્થ :— સ્ત્રીના કટાક્ષથી જો હૃદય ભેદાઈ ગયું તો પ્રભુ પ્રત્યેનો પ્રેમ નાશ પામશે. સ્ત્રી પ્રત્યેના
=
સ્નેહનો ડાઘ જો હૃદયમાં પડી ગયો તો પછી તેને કોણ ધોવા સમર્થ છે?
“વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન;
લેશ મદિરાપાનથી, છળકે જ્યમ અજ્ઞાન.” -શ્રીમદ્ રાજચંદ્ર
૫૫૭
કુલવાલકમુનિનું દૃષ્ટાંત :- કુલવાલક મુનિ હતા. નદી કિનારે તપ કરતા હતા. તેને ચલાયમાન કરવા વૈશ્યા શ્રાવિકાનું રૂપ લઈ ત્યાં આવી. મુનિને ભોજનમાં નેપાળો આપ્યો. તેથી ખૂબ ઝાડા થવા લાગ્યા. ત્યાં બીજું કોઈ નહીં હોવાથી એકલી વેશ્યાએ તેમની સેવા સુશ્રુષા કરી. તેના કટાક્ષથી મુનિનું હૃદય ભેદાઈ ગયું અને ચારિત્રથી ભ્રષ્ટ થયા. માટે સ્ત્રીઓ દ્વારા થતી સેવા સુશ્રુષાનો લાભ લેવો નહીં કે જેથી તેમના પ્રત્યે રાગ ઉત્પન્ન થાય. ।।૧૪।
શાસ્ત્રસમુદ્રે ઘોતાં ન જાશે, આત્મવિચાર કામ લાગશે રે, પરબ્રહ્મ બગડેલું ઉર હવે લેવું સુધારી, વૈરાગ્ય-સાબુ સુધારશે રે. પરબ્રહ્મ
અર્થ ઃ– સ્ત્રીનેહનો હૃદયમાં પડેલો ડાઘ, શાસ્ત્રરૂપી સમુદ્રમાં ધોવા માટે મથતા છતાં જશે નહીં.
-
પણ સદ્ગુરુબોધ દ્વારા કરેલ આત્મવિચાર તે ડાઘને દૂર કરવા સમર્થ છે. મોહથી બગડેલું હૃદય જરૂર સુધારી લેવું જોઈએ. તેના માટે વૈરાગ્યરૂપી સાબુ કામ લાગશે. રોગ અને મોહને ઊગતા જ દાબવા.
“તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ આત્મા સંસારમાં વિષયાદિક મલિનતાથી પર્યટન કરે છે. તે મલિનતાનો ાય વિશુદ્ધ ભાવ જળથી હોવો જોઈએ. અદ્વૈતના કહેલા તત્ત્વરૂપ સાબુ અને વૈરાગ્યરૂપી જળથી ઉત્તમ આચારરૂપ પથ્થર પર રાખીને આત્મવસ્ત્રને ઘોનાર નિગ્રંથ ગુરુ છે. આમાં જો વૈરાગ્યજળ ન હોય તો બાં સાહિત્યો કંઈ કરી શકતા નથી; માટે વૈરાગ્યને ધર્મનું સ્વરૂપ કહી શકાય. ચદિ અત્યંત પ્રણીત તત્ત્વ વૈરાગ્ય જ બોધે છે, તો તે જ ધર્મનું સ્વરૂપ એમ ગાયું,'' ।।૧૫।
જીતી બાજી હવે હારી ન જાશો, નરભવ કોણ બગાડશે રે, પરબ્રહ મૂર્ખ-શિરોમણિ તે નર માનું જે કામ-વૃત્તિ ન ત્યાગશે રે, પરબ્રહ્મ
અર્થ :– મનુષ્યભવ, સત્પુરુષનો જોગ વગેરે મળ્યો છે તો હવે જીતી બાજી હારી જઈને નરભવને કોણ બગાડશે. આવી જોગવાઈ મળ્યા છતાં પન્ન જો કામવૃત્તિને નહીં ત્યાગશે તે નરને હું મૂર્ખ શિરોમણિ માનું છું. “એક ભવના થોડા સુખ માટે અનંતભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે.” (૨.પૃ.૧૭૯) ||૧||
વીર્ય-સંચયથી ભીષ્મ બને જન, સ્ત્રીભોગ ક્ષય રોગ લાવશે રે, પરબ્રહ્મ ક્ષય રોગથી બચવા બ્રહ્મચર્ય, શુ આહાર-પાન સેવશે રે. પરબ્રહ્મ
અર્થ :– બ્રહ્મચર્ય પાલનથી વીર્યનો સંચય થાય છે. તે બાળ બ્રહ્મચારી ભીષ્મ પિતામહની જેમ બળવાન બને છે, જ્યારે શ્રીભોગથી વીર્યનો નાશ થઈ ક્ષય રોગ આવે છે. ક્ષય રોગથી બચવા માટે બ્રહ્મચર્યનું પાલન અને શુદ્ધ આહારપાનનું સેવન છે.