Book Title: Pragnav Bodh Part 01 Full Book
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 586
________________ ૫ ૫૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ “વર્તમાનકાળમાં ક્ષયરોગ વિશેષ વૃદ્ધિ પામ્યો છે, અને પામતો જાય છે. એનું મુખ્ય કારણ બ્રહ્મચર્યની ખામી, આળસ અને વિષયાદિની આસક્તિ છે. ક્ષયરોગનો મુખ્ય ઉપાય બ્રહ્મચર્યસેવન, શુદ્ધ સાત્ત્વિક આહાર-પાન અને નિયમિત વર્તન છે.” (વ.પૃ.૯૭૦) /૧૭ના નિયમિત જીવને રામ સમા સૌ, સલ્તાન-પાત્રતા પામશે રે, પરબ્રહ્મ પરનારી પ્રતિ પ્રેમ ઘરે તે રાવણ સમ દુઃખ દેખશે રે. પરબ્રહ્મ અર્થ - નિયમિત જીવન જીવનાર સૌ ભવ્યાત્માઓ સ્વપત્ની સંતોષી આદર્શ ગૃહસ્થ બની શ્રીરામ સમાન સમ્યજ્ઞાનની પાત્રતાને પામશે. પણ પરનારી પ્રત્યે જે પ્રેમ રાખશે તે રાવણ સમાન આ ભવમાં કે પરભવમાં નરકાદિ દુઃખોને પામશે. ||૧૮. સર્વ ચારિત્ર વશ કરવાને બ્રહ્મચર્ય જીવ ઘારશે રે, પરબ્રહ્મ સર્વ પ્રમાદને દૂર કરવાનું બ્રહ્મચર્ય બળ આપશે રે. પરબ્રહ્મ અર્થ :- સર્વ પ્રકારના ચારિત્ર એટલે સંયમને વશ કરવા માટે બ્રહ્મચર્યને જીવ ઘારણ કરશે તો સર્વ પ્રમાદને દૂર કરવા માટે, બ્રહ્મચર્ય તેને બળ આપશે. ૧૯ો. આત્મવૃત્તિ અખંડ ચહે તે બ્રહ્મચર્ય વ્રત ઘારશે રે, પરબ્રહ્મ મોક્ષ તણાં સૌ સાઘનમાં તે સહાય અલૌકિક આપશે રે. પરબ્રહ્મ અર્થ - આત્મવૃત્તિમાં અખંડ રહેવા જે ઇચ્છે, તે બ્રહ્મચર્ય વ્રતને ઘારણ કરશે. તે બ્રહ્મચર્ય વ્રત તેને મોક્ષના સર્વ પ્રકારના સાધનમાં અલૌકિક એટલે દિવ્ય સહાય આપનાર સિદ્ધ થશે. “સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે, મોક્ષસંબંથી સર્વ પ્રકારનાં સાઘનના જયને અર્થે “બ્રહ્મચર્ય અદ્ભુત અનુપમ સહાયકારી છે, અથવા મૂળભૂત છે.” (હા.૩ પૃ.૮૩૦) /૨૦ાા આ કાળના મૂંઢ, માયાર્થી જીવો વર-વચન જો માનશે રે, પરબ્રહ્મ બ્રહ્મચર્ય-વ્રત સ્પષ્ટ જણાવ્યું પ્રાણ જતાં પણ પાળશે રે. પરબ્રહ્મ અર્થ - આ કાળમાં મૂઢ એટલે જડ જેવા અને માયાવી એટલે વક્ર જીવો જો વર્તમાન વિદ્યમાન વીર પ્રભુના વચનને માનશે તો ભગવાને પાંચમું મહાવ્રત અલગ સ્થાપી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવા માટે સ્પષ્ટ જણાવ્યું છે, તેને તે પ્રાણ જતાં પણ પાળશે. મણિબેનનું દ્રષ્ટાંત - મણિબેન કાવિઠાવાળાને પરમકૃપાળુદેવે પ્રાણ જતાં પણ એ વ્રત પાળવું એમ જણાવેલ. તે તેમણે તેમજ કરી બતાવ્યું હતું, મલયાગિરીનું દ્રષ્ટાંત - ચંદનરાજાને સ્વપ્ન આવ્યું. ભારે દુઃખો આવશે જાણી રાણી મલયાગિરી તથા બે પુત્રો સાયર અને નીરને લઈ બીજા સ્થાને ચાલ્યો ગયો. ત્યાં એક સાર્થવાહ મલયાગિરીને કપટથી લઈ જઈ પોતાની સ્ત્રી થવા કહ્યું. તેણે કોઈ રીતે પણ માન્યું નહીં. ચંદનરાજા પણ પછી બે પુત્રોને નદી પાર કરતા એકને પેલે કિનારે મૂકી બીજાને લેવા આવતા પોતે નદીમાં તણાઈ ગયો. ને જ્યાં બહાર નીકળ્યો ત્યાંનો રાજા મરણ પામવાથી પુણ્ય પ્રભાવે ત્યાંનો રાજા બન્યો. બેય પુત્રો પણ ફરતા ફરતા તે જ રાજ્યમાં આવી કોટવાલ બન્યા. સાર્થવાહ પણ મલયાગિરીને લઈ તે જ નગરમાં સહજે આવી પહોંચ્યો. રાજાને ભેટ

Loading...

Page Navigation
1 ... 584 585 586 587 588 589 590