________________
(૫૦) બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું
૫ ૬૧
નહીં. એથી પણ વિકાર વધે છે.
૯. વિભૂષણ- સ્નાન, વિલેપન, પુષ્પાદિક બ્રહ્મચારીએ ગ્રહણ કરવું નહીં. એથી બ્રહ્મચર્યને હાનિ ઉત્પન્ન થાય છે. એમ ભગવંતે નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યને માટે કહી છે. બહુઘા એ તમારા સાંભળવામાં આવી હશે. પરંતુ ગૃહસ્થાવાસમાં અમુક અમુક દિવસ બ્રહ્મચર્ય ઘારણ કરવામાં અભ્યાસીઓને લક્ષમાં રહેવા અહીં આગળ કંઈક સમજણપૂર્વક કહી છે.” -શ્રીમદ્ રાજચંદ્ર //રપી.
જ્ઞાની ગુરુની અલ્પ કૃપા પણ આત્મશક્તિ વિકસાવશે રે, પરબ્રહ્મ
રવિ-કિરણ એક આંખે ચડ્યું તો સૂર્ય-સ્વરૂપ સમજાવશે રે. પરબ્રહ્મ અર્થ - જ્ઞાની ગુરુની આજ્ઞા ઉપાસનાર વિનયવાન શિષ્ય ઉપર ગુરુની અલ્પ પણ કૃપા થશે તો તે આત્માની અનંત શક્તિઓને વિકસિત કરશે. કેમકે મોક્ષમૂલં ગુરુકૃપા છે. પ.પૂ.પ્રભુશ્રીજી ઉપર પ.ક.દેવની કૃપા થઈ અને પૂ.શ્રી બ્રહ્મચારીજી ઉપર પ.પૂ.પ્રભુશ્રીજીની કૃપા થઈ, કેમકે બન્ને યોગ્ય શિષ્યો હતા. સૂર્યનું એક કિરણ પણ આંખે દેખાઈ ગયું તો તે સંપૂર્ણ સૂર્યનું સ્વરૂપ સમજાવશે. તેમ ગુરુ કૃપાથી આત્મજ્ઞાન થઈ ગયું તો તે કેવળજ્ઞાનના સ્વરૂપને પણ સમજાવશે. ૨૬ાા.
તેમ અડગ બ્રહ્મવ્રતે રહો તો આત્મ-અનુભવ આવશે રે, પરબ્રહ્મ
લૌકિક સુખનો મોહ મચ્યો તો સ્વરૂપ-સુખ મન ભાવશે રે. પરબ્રહ્મ અર્થ - બ્રહ્મચર્યમાં જો અડગ રહેશો તો આત્માનો અનુભવ પ્રાપ્ત થશે. સપુરુષના વચનોવડે સાંસારિક સુખનો મોહ જો મટી ગયો તો આત્મિક સુખનો આસ્વાદ મનને ભાવશે. “બ્રહ્મચર્ય વ્રત આવ્યું તો મનુષ્યપણાનું સફળપણું છે. તે વ્રત લઈને કોઈની સાથે પ્રતિબંઘ, દ્રષ્ટિરાગ કે પ્રસંગ કરવા નહીં; જાગ્રત રહેવું. કદી એ વ્રત લઈ ભાંગવાનો પ્રસંગ આવે ત્યારે પેટમાં કટાર મારી કે ઝેરનું પવાલું પીને મરી જવું, પણ વ્રત ભાંગવું નહીં–આટલો ટેક રાખવો. વ્રત લઈને ભાંગે તો નરકની ગતિ થાય.” (ઉ.પૃ.૪૯૬)
“સત અને શીલ એ જ કર્તવ્ય છે. શીલવ્રત મહાવ્રત છે. સંસારને કાંઠે આવી પહોંચેલાને જ તે પ્રાપ્ત થાય છે. દેહ પડી જાય તો ભલે, દેહ જતો હોય તો જવા દેવો પણ બ્રહ્મચર્ય પાળવું. વૃદ્ધાવસ્થામાં પણ એ વ્રત આવે તો મહાભાગ્ય સમજવું. તેની દેવની ગતિ નિશ્ચયે થાય છે.” (ઉ.પૃ.૩૯૧) (૨થા.
બ્રહ્મચર્ય વ્રતે ટેક ટકી તો બાહ્ય વૃત્તિ ઑવ ત્યાગશે રે, પરબ્રહ્મ
જગ-જન રીઝવવા જે નહિ ઇચ્છે તે નિજ હિતમાં લાગશે રે. પરબ્રહ્મ અર્થ - બ્રહ્મચર્યવ્રતમાં ટેક ટકી રહી તો બાહ્યવૃત્તિ એટલે ઇન્દ્રિયોમાં સુખ છે એવી બુદ્ધિનો જીવ ત્યાગ કરશે. જે જગતવાસી જીવોને રીઝવવા ઇચ્છશે નહીં તે જ પોતાના આત્મહિતના કાર્યમાં લાગશે.
બ્રહ્મચર્યવ્રત લેવું તે ઘણું ઉત્તમ છે. તે લેતા અગાઉ વરસ બે વરસ અખતરો કરવો અને પૂર્ણ ભરોસો પડે કે હવે પાળી શકાશે તો લેવું. વ્રત લઈને ભાંગવું નહીં, તે ભાંગે તો મહાદોષ લાગે. વ્રત લઈને ભાંગવામાં તે ન લીધું હોય તેના કરતાં વધુ દોષ છે. લીઘા પછી સાધુના જીવન મુજબ જિંદગી સુઘી વખત પસાર કરવો.” ઓ.૧ (પૃ.૯) ૨૮.
બ્રહ્મચારી ભગવંત ગણાયા, તુચ્છ ભાવો તે ત્યાગશે રે, પરબ્રહ્મ
ઉજ્વળ કપડે ડાઘો દેખાયે સજ્જન ઝટ ઘોઈ નાખશે રે. પરબ્રહ્મ અર્થ - બ્રહ્મચર્ય દીક્ષાથી યુક્ત તે બ્રહ્મચારી છે. બ્રહ્મમાં ચર્ચા કરવાનો જેનો ભાવ છે તે બ્રહ્મચારી તો ભગવાન તુલ્ય છે. તે તુચ્છ વિકારી ભાવોને ત્યાગી દેશે.