Book Title: Pragnav Bodh Part 01 Full Book
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 583
________________ (૫૦) બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું ૫ ૫ ૫ ગીત, નૃત્ય, નાટક, ચિત્રો વિકારી કામ-વિકાર ઊભરાવશે રે; પરબ્રહ્મ રાત્રિભોજન ને ભારે ભોજન પણ ઉન્મત્તતા ઉગાડશે રે. પરબ્રહ્મ અર્થ - રેડિયો વગેરેમાં ગવાતા ગીતો કે લગ્નના ગીતો, અથવા ટી.વી., સિનેમામાં દેખાતા નૃત્યો, નાટકો તેમજ વિકાર ઉત્પન્ન કરે એવા ચિત્રોને જોતાં કામ વિકાર ઉભરાઈ આવશે. રાત્રિભોજન કે ભારે ભોજન કરવાથી પણ ઉન્મત્તતા એટલે મોહના ગાંડપણને જ પોષણ મળશે. “રાત્રિભોજન કરવાથી આળસ, પ્રમાદ થાય; જાગૃતિ થાય નહીં ; વિચાર આવે નહીં; એ આદિ દોષના ઘણા પ્રકાર રાત્રિભોજનથી થાય છે, મૈથુન ઉપરાંત પણ બીજા ઘણા દોષ થાય છે.” (વ.પૃ. ૬૯૯) રાત અને દિવસ લૌકિક કામ કરવામાં કે ખાવાપીવામાં જ વખત જતો રહે તો સ્વાધ્યાય ભક્તિ આદિ ઉત્તમ કાર્ય ક્યારે થાય? દિવસ ગમાયા ખાય કે, રાત ગવાઈ સોય; હીરા જનમ અમોલ થા, કોડિ બદલે જાય.” ગાલા ચિત્ત-આકર્ષક વસ્ત્ર-આભૂષણ અને એકાન્ત ભુલાવશે રે; પરબ્રહ્મ સ્વાદ-લંપટતા સાથે હજારો દોષો આવી મુઝાવશે રે. પરબ્રહ્મ અર્થ :- ચિત્તને આકર્ષિત કરે એવા વસ્ત્ર કે આભૂષણ પહેરવા નહીં. અને સ્ત્રી સાથે એકાંતમાં રહેવું નહીં. એમ કરવાથી જીવ મોહવશ બની કત અકત્યનો વિવેક ભૂલી જાય છે. જ્ઞાનીની આજ્ઞાએ વર્તતા એવા ભદ્રિક મુમુક્ષુ જીવને “બ્રહ્મચર્ય પાળવું એટલે સ્ત્રીઆદિકના પ્રસંગમાં ન જવું” એવી આજ્ઞા ગુરુએ કરી હોય તો તે વચન પર દ્રઢ વિશ્વાસ કરી તે તે સ્થાનકે ન જાય; ત્યારે જેને માત્ર આધ્યાત્મિક શાસ્ત્રાદિક વાંચી મુમુક્ષતા થઈ હોય, તેને એમ અહંકાર રહ્યા કરે કે, “એમાં તે શું જીતવું છે?” આવી ઘેલછાના કારણથી તે તેવા સ્ત્રીઆદિકના પ્રસંગમાં જાય. કદાચ તે પ્રસંગથી એક વાર, બે વાર બચે પણ પછી તે પદાર્થ પ્રત્યે દ્રષ્ટિ દેતાં “આ ઠીક છે” એમ કરતાં કરતાં તેને તેમાં આનંદ થાય, અને તેથી સ્ત્રીઓ સેવે. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે બાળોભોળો જીવ તો વર્તે; એટલે તે બીજા વિકલ્પો નહીં કરતાં તેવા પ્રસંગમાં ન જ જાય.” -ઉપદેશછાયા (પૃ.૬૮૫) ભોજનમાં સ્વાદની લંપટતા હશે તો બીજા હજારો દોષો આવીને મનને મલિન કરી મૂંઝવણમાં નાખી દેશે. સર્વ ઇન્દ્રિયોને પોષણ આપનાર આ જીભ છે. મંગૂ આચાર્યનું દ્રષ્ટાંત – મંગૂ આચાર્ય હતા પણ આહારના સ્વાદમાં પડવાથી આચાર પાળવામાં પ્રમાદી થઈ યક્ષનો અવતાર પામ્યા. અષાઢાભૂતિ મુનિનું દ્રષ્ટાંત :- અષાઢાભૂતિ મુનિ હોવા છતાં નટને ત્યાંથી કેસરીયા મોદક, ફરી ફરી વહોરવા માટે નવું નવું રૂપ બદલીને પણ લીધા. તેથી નટની કન્યાઓએ તેને સ્વાદમાં આસક્ત જાણી બીજી વાર લલચાવી ચારિત્રથી ભ્રષ્ટ કર્યા. માટે શીલ રક્ષણના ઇચ્છકે જિલ્લા ઇન્દ્રિયના સ્વાદને પોષણ આપવું નહીં. ૧૦ સુણ્યા, દીઠા, અનુભવ્યા ભોગોની સ્મૃતિ અતિ લલચાવશે રે. પરબ્રહ્મ તેવા વિકારી સંગો તજો તો સત્સંગનો રંગ લાગશે રે પરબ્રહ્મ અર્થ :- સાંભળેલ, જોયેલ કે અનુભવેલ ભોગોની સ્મૃતિ કરવી નહીં. તેમ કરવાથી મન ફરીથી તે

Loading...

Page Navigation
1 ... 581 582 583 584 585 586 587 588 589 590