________________
(૪૯) નિરભિમાનપણું
૫૪૯
સનતકુમાર ચક્રવર્તીએ તે રૂપનો મદ કર્યો તો કાયા ઝેરમય બની ગઈ.
“દ્રષ્ટિ ફેરવવી છે. જ્યાં ઘર્મનું માહાભ્ય લાગે ત્યાં શરીરનું માહાભ્ય ન લાગે. શરીર તો નાશ પામવાનું છે. અભિમાન કરીશું તોય નાશ પામશે. ગમે તેટલું અભિમાન કરે તો પણ રહે નહીં. અભિમાન કરવા જેવી તો કોઈ વસ્તુ જગતમાં નથી.” ઓ.૧ (પૃ.૬૫) ૧૦ના
વળી વિશેષતા પ્રત્યે દ્રષ્ટિ દેતાં મદ ગળે,
શેર માથે સવા શેર” લોકોક્તિ વિનયી કળે. ૧૧ અર્થ - જગતમાં એક એકથી વિશેષ વસ્તુ વિદ્યમાન છે. તે તરફ દ્રષ્ટિ દેતાં પોતાનો મદ એટલે અહંકાર ગળી જાય છે. “શેર ઉપર સવાશેર', હોય છે એમ લોકોમાં કહેવત છે. તેને વિનયવાન જીવો જાણે છે, જેથી ઉપર કહ્યા તે આઠ પ્રકારના મદ તેઓ કરતા નથી. II૧૧ાા
મોટી લીટી બને નાની જો દોરો મોટ ઉપરે. ' તેમ પૂર્વ મહાત્માની સ્મૃતિથી મદ ઊતરે. ૧૨ અર્થ :- ગમે તેવી મોટી લીટી હોય, તેના ઉપર તેના કરતાં મોટી લીટી દોરે, તો પહેલાની લીટી નાની બની જાય. તેમ પૂર્વે થઈ ગયેલા અનેક મહાત્મા પુરુષોની સ્મૃતિ કરવાથી પોતાને થતો અહંકાર ઓગળી જાય છે. ૧૨ા.
લાંબા આયુષ્યના ઘારી ચક્રવર્તી નરેન્દ્ર કો,
પુણ્ય પૂરું થયે નર્કે સાતમે જાય, જો દગો. ૧૩ અર્થ :- લાંબા આયુષ્યના ઘરનાર એવા નરોમાં ઇન્દ્ર સમાન સુભમ કે બ્રહ્મદત્ત જેવા ચક્રવર્તીઓ પણ પુણ્ય પરવારી જવાથી સાતમી નરકે જઈને પડ્યા. અહો! આ વિશ્વની મોહક સામગ્રીઓ કેટલો બધો ભયંકર દગો આપનાર છે, તેનો વિચાર કરો. ૧૩ના
સર્વ શાસ્ત્ર-સમુદ્રોના પારગામી મુનિ મહા,
અભિમાન નહીં ઘારે, બાળ જેવા રહે, અહા! ૧૪ અર્થ - સર્વ શાસ્ત્રરૂપી સમુદ્રોના પારને પામેલા એવા મુનિ મહાત્માઓ કદી અભિમાનને ઘારણ કરતા નથી; પણ અહો! બાળક જેવા સદા નિર્દોષ બનીને રહે છે. એવી નિર્દોષતા જ ઉપાસવા યોગ્ય છે. ૧૪મા
નિરભિમાનીની વાણી સૌ કોઈ સુણવા ચહે;
સ્વપ્રશંસા અભિમાની તણી વાણી વિષે વહે– ૧૫ અર્થ :- નિરભિમાની જીવની વાણી સૌ કોઈ સાંભળવા ઇચ્છે. જ્યારે અભિમાની જીવની વાણીમાં સ્વપ્રશંસાનો પ્રવાહ વહ્યા કરે છે. તે આપવડાઈ કર્યા કરે છે. ૧૫
પકવાને કાંકરી જેવી દૂભવે મન આપણાં;
વિના વાંકે બને વૈરી અભિમાની તણાં ઘણાં. ૧૬ અર્થ - અભિમાની જીવની આપવડાઈ, પકવાન જમતાં વચ્ચે કાંકરી આવી જાય તો કેવો રંગમાં ભંગ પડે, તેમ તે વાણી આપણા મનને દૂભવે છે. અભિમાની જીવના, વિના વાંકે ઘણા વૈરી બની જાય અર્થાત્ તે કોઈનું બૂરું ન કરે તો પણ તેના અભિમાનથી તેના પ્રત્યે ઘણાને અણગમો રહે છે. ૧૬ાા