Book Title: Pragnav Bodh Part 01 Full Book
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 571
________________ (૪૮) સરળપણું ૫૪૩ અર્થ – ઘન, કુટુંબીજનો આદિને પોતાના માનતા મનમાં મમત્વભાવનો પ્રવેશ થાય છે. પણ આ બઘાથી મારો આત્મા જુદો છે. એકલો આવ્યો, એકલો જશે; એમ માનવાથી શલ્ય એટલે કાંટારૂપ દુઃખ આપતી એવી મોહમાયા મનમાંથી કાળાંતરે સંપૂર્ણ નાશ પામશે. ૧૫ના. માયાથી પશુભવ ઘરી રે પરવશ પડી રિબાય, માયાથી અબળા બની રે માયામાં લપટાય. પરમગુરુ અર્થ - માયા કપટ કરવાથી જીવ પશુનો ભવ પામી જીવનભર પરવશ પડી રિબાય છે. નાગદત્તનું દૃષ્ટાંત - એક શેઠ દુકાન પર બધાને ઠગે. માયા કપટથી મરીને તે બોકડો થયો. એક દિવસે કસાઈ તેને લઈ જતાં પોતાની દુકાન આવી. તે જોઈ જાતિસ્મરણશાન થવાથી તે દુકાનમાં પેસવા લાગ્યો. તેના પુત્ર નાગદત્તે તેને મારી ઘકેલીને બહાર કાઢ્યો. ત્યાંથી મુનિ ભગવંત પસાર થતાં, આ જોઈ તેમને સહજ હાસ્ય આવ્યું. નાગદત્તે સાંજે અપાસરે જઈને મુનિ ભગવંતને તેનું કારણ પૂછ્યું. ત્યારે તેમણે જણાવ્યું કે એ બોકડો તારો પિતાનો જીવ હતો. કસાઈના પૈસા લઈ તેને ઠગતો હતો. તે માયા કપટના ફળમાં બોકડો બનીને ઋણ ચૂકવવા તે કસાઈના હાથમાં આવ્યો. માટે આવું માયા કષાયનું સ્વરૂપ જાણી તે સદૈવ તજવા યોગ્ય છે. અને તેનો પ્રતિપક્ષી ગુણ સરળતા છે, તે જ ભજવા યોગ્ય છે. માયા કરવાથી જીવ અબળા એટલે સ્ત્રીનો અવતાર પણ પામે છે. તે સ્ત્રી અવતારમાં ફરી માયા કરી તે જીવ કર્મ બાંધી લપટાય છે. ભગવાન શ્રી મલ્લિનાથ શ્વેતાંબર મત પ્રમાણે સ્ત્રી અવતાર પામ્યા. તેનું કારણ પૂર્વભવમાં કરેલ માયા સહિત તપ હતું. તેમજ ભગવાન શ્રી ત્રઋષભદેવના બે પુત્રી બ્રાહ્મી અને સુંદરીએ પણ પૂર્વભવમાં માયા કરેલ તેથી સ્ત્રી અવતારને પામ્યા હતા. |૧૬ના બાળે પ્રતીતિ-પ્રીતિને રે માયા છૂપી આગ, માયા તર્જી થાતાં સરળ રે છૂટે રાગ અથાગ. પરમગુરુ અર્થ - આપણા ઉપર કોઈને પ્રતીતિ એટલે વિશ્વાસ આવ્યો હોય કે પ્રીતિ ઉત્પન્ન થઈ હોય, પણ આપણા હૃદયમાં માયાકપટ હશે તો તે પ્રીતિ કે પ્રતીતિને બાળી નાખશે. કેમકે માયાકપટ એ છૂપી આગ સમાન છે. માયા કપટને મૂકી દઈ સરળ પરિણામી થતાં, હૃદયમાં રહેલ અથાગ એટલે અત્યંત રાગ પણ છૂટવા લાગે છે. /૧ળા કપટી સુતનો ના કરે રે માતા પણ વિશ્વાસ, મોડો-વહેલો કપટનો રે થાય સ્વયં પ્રકાશ. પરમગુરુ અર્થ - પોતાનો પુત્ર કપટી હોય તો તે પુત્રનો માતા પણ વિશ્વાસ કરતી નથી. મોડું કે વહેલું કપટ સ્વયં બહાર આવે છે. ૧૮ માયા તજવા ભાવના રે સજ્જન કરતા એમ : માયા કરી દેખાડું છું રે તેવો બનું નહિ કેમ? પરમગુરુ અર્થ - માયા કપટને ત્યાગવા માટે સજ્જન પુરુષો એવી ભાવના ભાવે છે કે હું માયા કરી જેવું લોકોને દેખાડવા ઇચ્છું છું તેવો જ કેમ ન બની જાઉં? કે જેથી કોઈ વાતને છુપાવવી રહે નહીં II૧૯ાા

Loading...

Page Navigation
1 ... 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590