________________
૫૪૨
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧
સરળતા બીજ ધર્મનું રે, સરળતા સુખ-મિત્ર, માયિક સુખની વાંછના રે કાણી નાવ સચિત્ર, પરમગુરુ
અર્થ :— જે જીવમાં સરળતા ગુણ છે, તેમાં ધર્મનું બીજ રોપી શકાય છે. સરળ પ્રાણી સાથે સુખને મિત્રતા છે. તે શાંતિનું સુખ અનુભવી શકે છે.
જ્યારે માયા કરીને માયિક એટલે સાંસારિક સુખ મેળવવાની જેની કામના છે, તે સચિત્ર એટલે પ્રત્યક્ષ કાણી નાવ સમાન છે, તે તેને ભવસાગરમાં ડૂબાડનાર છે. ।।૧૦।।
ભવજળ તરવા જો ચહો રે ગ્રહો સરળતા-જહાજ,
સંતોષાશે સજ્જનો રે શ્રદ્ધે શત્રુસમાજ, પરમગુરુ
અર્થ :— હે ભવ્ય પ્રાણીઓ જો તમે સંસારરૂપી સમુદ્રને તરવા ઇચ્છતા હો તો સરળતારૂપ જહાજને ગ્રહણ કરો. જેથી સજ્જન પુરુષો તમારાથી સંતોષ પામશે અને તમારા પ્રત્યે કોઈને કદાચ શત્રુપણાનો ભાવ હશે; તેને પણ તમારા પ્રત્યે એવી શ્રદ્ધા રહેશે કે આનાથી માયા પ્રપંચ થઈ શકે એમ નથી. ।।૧૧।। સરળભાવે દોષ થતાં રે ભૂલ તે ઠપકાપાત્ર;
રે
સરળ ને સન્માર્ગને રે અંતર અંગુલ માત્ર. પરમગુરુ
અર્થ :– સરળ ભાવથી કોઈ દોષ થઈ જાય તો તે જીવની ભુલ ઠપકા માત્રથી સુધારી શકાય છે. ભગવાન શ્રી ઋષભદેવના શિષ્યો સરળ અને જડ હતા. અને શ્રી અજીતનાય ભગવાનથી લગાવીને શ્રી પાર્શ્વનાથ ભગવાન સુધીના શિષ્યો સરળ અને પ્રાજ્ઞ હોવાથી ઠપકા માત્રથી સુધરી જતા હતા. જ્યારે મહાવીર ભગવાનના શિષ્યો વાંકા અને જડ હોવાથી શીઘ્ર સુધરી શકતા નથી.
સરળ જીવ અને સમાર્ગ વચ્ચે અંગુલ માત્રનું જ અંતર છે; અર્થાત્ સરળ જીવ તત્ત્વ પામવા માટે ઉત્તમ પાત્ર છે. “વિશાળબુદ્ઘિ, મઘ્યસ્થતા, સરળતા, અને જિતેંદ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં હોય, તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.” [વ.પૃ.૧૭૧) ||૧||
સરળ જીવનું ધ્યેય તો રેહોય જ શુદ્ધ સ્વરૂપ;
માનાદિને તૈય ગણે છેૢ જાણે એ અધરૂપ, પરમગુરુ
=
અર્થ :- આત્માર્થી એવા પ્રજ્ઞાસહિત સરળ જાવનું ધ્યેય તો શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાનું જ હોય છે. સરળ જીવ માનાદિ, કષાયભાવોને ત્યાગવા યોગ્ય ગણે છે. કેમકે ચારે કષાયોને તે અઘ એટલે પાપરૂપ માને છે. ૧૩ા
ત્યાગ પ્રપંચોનો કરે રે, ચૂકે ન નિજ સ્વરૂપ;
સ્વરૂપમાં સંતોષ ઘરે ૨ે ઓળખી માયારૂપ. પરમગુરુ
અર્થ :— એવા સરળ ઉત્તમ આત્માર્થી જીવો માયા પ્રપંચનો ત્યાગ કરે છે. અને નિજ આત્મસ્વરૂપ પ્રાપ્તિના ધ્યેયને કદી ચૂકતા નથી.
તથા માયાકપટના ભયંકર ફળ જાણી તે પોતાના આત્મસ્વરૂપમાં રહેવામાં સંતોષ માને છે. ।।૧૪।। ઘન, સ્વજન નિજ માનતાં રે કરે મમત્વ પ્રવેશ,
જીવ જુદો જાણ્યે જશે રે માયાશલ્ય અશેષ, પરમગુરુ